૧.૪૦ કરોડના ગોટાળામાં તિસ્તા સેતલવાડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર

અમદાવાદ: વર્ષ ર૦૦રમાં થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ઝાકિયા જાફરીને મદદ કરનાર અને સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધમાં ૧.૪ કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો હોવાના ચકચારી કિસ્સામાં આજે તિસ્તા નિવેદન આપવા ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઇ છે. વર્ષ ર૦૧૦થી ર૦૧૩ સુધીમાં તિસ્તા સેતલવાડની એનજીઓ સબરંગમાં કઠિતરૂપે ગોટાળો કરીને ૧.૪ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય લેવાનો કેસ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ થયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં તિસ્તા અને સબરંગના ટ્રસ્ટીઓ સામે સબરંગના પૂર્વસહયોગી રઇસખાન પઠાણે છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તિસ્તા અને એનજીઓના ટ્રસ્ટીઓએ વર્ષ ર૦૧૦થી ર૦૧૩ સુધીમાં કેન્દ્રીય માનવસંસાાધન વિકાસ મંત્રાલયથી ૧.૪ કરોડ રૂપિયાની રકમ મેળવવા હેતુ ગોટાળો કર્યો હતો.

સેતલવાડના એનજીઓને શૈક્ષણિક હેતુ માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી, પરંતુ એનજીઓએ સાંપ્રદાયિક સૌહાર્દ બગડે તેવી વસ્તુઓનું વિતરણ કર્યું હતું.

આરોપી સામે સંપત્તિ પચાવી પાડવી તેમજ લોકસેવક, બેન્કર, વેપારી અથવા એજન્ટ દ્વારા વિશ્વાસનો ગુનાઇત ભંગ કરવા બદલ ગુનો દાખલ થયો હતો. કેન્દ્રીય માનવસંસાધન વિકાસ મંત્રાલયના રિપોર્ટ અનુસાર પ્રાથમિક રીતે તિસ્તા સામે ધર્મના આધારે ઘૃણા ફેલાવવાનો કેસ બને છે.

અત્રે ઉલ્લેનીય છે કે ગત વર્ષના નવેમ્બરમાં તિસ્સા સેતલવાડ અને તેના પતિ જાવેદ આનંદ, સબરંગ ટ્રસ્ટના અધિકારીઓ અને માનવસંસાધન વિકાસ મંત્રાલયના અમુક અધિકારીઓ સામે અમદાવાદ બ્રાંચ સમક્ષ રઇસખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી.

You might also like