ઠંડકનો અહેસાસ કરવા ગરમીમાં બનાવો “રોઝ મિલ્કશેક”

સામગ્રીઃ
ફાલુદાના બીજઃ 2 ટીસ્પૂન
પાણીઃ 1 કપ
ઠંડુ દૂધઃ 2 કપ
રોઝ સિરપઃ 1/2 ટીસ્પૂન

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ તમે એક બાઉલ લો. ત્યાર બાદ તે બાઉલમાં ફાલુદાનાં બીજ એટલે કે તકમરિયાનાં બીજ નીકાળી તેમાં પાણી નાખીને તેને લગભગ 5 મિનીટ સુધી એક સાઇડમાં મૂકી રાખવાં.

જો કે બાદમાં આ બીજ ફૂલી જશે. હવે એક બાઉલમાં ઠંડુ દૂધ નીકાળીને તેમાં રોઝ સિરપ ઉમેરીને તેને મિક્ષ કરશો એટલે કે જેનાંથી કલર બદલાઇ જશે. જેથી બાદમાં તે પિંક કલરનું બની જશે. ત્યાર બાદ સર્વિસ ગ્લાસમાં આ મિલ્ક નાખી તેમાં ઉપરથી ફૂલેલા ફાલુદાનાં બીજ નાખીને તેને સર્વ કરો.

You might also like