શાહિ કેસરિયા લસ્સી

સામગ્રીઃ

500 ગ્રામ ફ્રેશ દહીં

10-12 કેસરના વાળા

અડધી ચમચી ઇલાયચી પાવડર

એક બાઉલ બદામ પિસ્તાની કતરણ

એક કપ મલાઇવાળુ દૂધ

ખાંડ સ્વાદ અનુસાર

બનાવવાની રીતે

સૌથી પહેલાં દહીંને મિક્સચરમાં બરોબર ફીણી લો. કેસરને થોડા ગરમ દૂધમાં પલાડો. ત્યાર બાદ દહીં અને દૂધના મિશ્રણમાં થોડુ પાણી ઉમેરી તેને બરોબર મિક્સ કરો.  હવે કેસરવાળુ દૂધ મિશ્રણમાં મિક્સ કરીને ફરી તેને બરોબર મિક્સ કરો. ત્યાર બાદ તેને ગ્લાસમાં નિકાળીને તેની પર બદામ અને પિસ્તાના કતરણને ઉમેરો. તો તૈયાર છે શાહિ કેસરિયા લસ્સી.

You might also like