ક્લાસિક બાઇક્સના રાજા રોયલ એનફીલ્ડે લોન્ચ કરી ક્લાસિક 350 રેડિટ વેરિઅન્ટ, જાણો વધુ

મશહૂર રોયલ એનફીલ્ડે પોતાની સૌથી ફેમસ મોટરબાઇક્સ ક્લાસિક 350નુ રેડિટ (Redditch) વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ વેરિઅન્ટને ત્રણ આધૂનિક રંગરૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રેડિટ રેડ, રેડિટ ગ્રીન અને રેડિટ બ્લૂ નામ આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ બાઇકમાં 50ના દાયકામાં તૈયાર થનારી રોયલ એનફીલ્ડથી પ્રેરિત થઈને કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. તમને જણાવીએ રોયલ એનફીલ્ડ કંપનીની પ્રથમ સ્થાપના યૂકેના રેડિચ શહેરમાં કરવામાં આવી હતી.

બાઈકના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 રેડિચ એડિશનમાં 350 સીસી, સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન લાગેલ છે જે 19 બીએચપીનો પાવર અને 28Nmનો ટોર્ક જનરેટ કરે છે. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 કંપનીની સૌથી વધારે વેચાતી મોટરસાઈકલ છે અને દર મહિને આ બાઈકના સરેરાશ 55,000 યૂનિટ વેચાય છે. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 રેડિટની કિંમત 1.46 લાખ રૂપિયા (ઓન રોડ-દિલ્હી) રાખવામાં આવી છે.

રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 જાણીતા ‘J2’ મોડલથી પ્રેરિત છે અને આ બાઈકને વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવી હતી. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350ને ખૂબ પસંદ કરવામાં આવે છે. કંપનીના પ્રમુખ રૂદ્રતેજ સિંહે જણાવ્યું કે, કંપનીને આશા છે કે, ક્લાસિક 350ને રેડિટ એડિશન પણ લોકોને ખૂબ પસંદ પડશે.

You might also like