નવી રોયલ એનફિલ્ડ Classic 350 ABS ભારતમાં લોન્ચ, જાણો કિંમત…

રોયલ એનફિલ્ડે પોતાની Classic 350 ગનમેટલ ગ્રેનું ABS નું વર્જન ભારતમાં લોન્ચ કરી દીધું છે. રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ગનમેટલ ગ્રે ABSની કિંમત 1.80 રૂપિયા ઓન રોડ રાખવામાં આવી છે. કંપનીએ હાલમાં જ પોતાની બાઇકસમાં એન્ટી-લોક બ્રેકસ (ABS)ને આપવાની શરૂઆત કરી દીધી છે.

જે ABS યૂનિટ ગનમેટલ ગ્રે મોડલમાં આપવામાં આવ્યું છે તે ડૂઅલ-ચેનલ યૂનિટ છે. આ યૂનિટને Signals Editionમાં પણ આપવામાં આવ્યું હતું. કંપનીએ જાણકારી આપી છે કે તેઓ સરકારની 1 એપ્રિલ 2019ની ડેડલાઇન પહેલા પોતાના બધા બાઇકને સેફટી ફીચર સાથે અપડેટ કરી દેશે.

Royal Enfield Classic 350 મોડલના ફ્રન્ટ અને રિયરમાં 280mm અને 240mm ડિસ્ક બ્રેકસ આપવામાં આવેલ છે. આ મોડલમાં ABSનું ફિચર સ્ટેન્ડર્ડ રીતે આપવામાં આવ્યું છે, જેના કારણે આ બાઇક અંદાજે 10 હજાર રૂપિયા મોંઘુ થઇ શકે છે.

જો કે ABS સિવાય આ બાઇકમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. Classic 350 ABSમાં પહેલાની જેમ જ 346cc, સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 19.8bhpનું પાવર અને 28Nm નો પિક ટોર્ક જેનરેટ કરે છે. આ એન્જિનને ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યો છે.

આ સાથે જ આવતા મહીને લોન્ચ થનારા 650 Twinsમાં પણ રોયલ એનફીલ્ડની જેમ સ્ટાન્ડર્ડ રીતે ABSનું ફિચર આપવામાં આવશે. આ નવી બાઇક માટેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

You might also like