રોયલ એનફિલ્ડની નવી ક્લીસિક 500 પેગાસસ ભારતમાં થશે લેન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

બ્રિટનમાં રોયલ એનફિલ્ડ હમણા જ નવી ક્લાસિક 500 પેગાસસ બાઈકને લોન્ચ કરી છે. હવે તેને ભારતમાં 30 મે 2018 ના લોન્ચ કરવામાં આવશે. આવો, લોન્ચિંગ પહેલા તમને જણાવીએ તેના કેટલાક ખાસ ફીચર વિશે.

આ એક લિમિટેડ એડિશન બાઈક હશે એટલે કે તેની કેટલીક જ યુનિટ્સો જ બનાવવામાં આવશે. રોયલ એનફિલ્ડ તેની કુલ 1,000 યુનિટ્સ બનાવશે. જાણો ભારતમાં તેના કેટલા યુનિટ્સ વેચાશે.

ભારતમાં રોયલ એનફિલ્ડ પેગાસસની કુલ યુનિટ્સમાંથી 250 યુનિટ્સ જ વેચવામાં આવશે. બીજા શબ્દોમા કહીએ તો દેશમાં ફક્ત 250 લોકોને જ આ મોટરસાઈકલ મળી શકશે. જાણો તેને કેવી રીતે અને ક્યાં ખરીદી શકાશે.

રોયલ એનફિલ્ડની આ બાઈકને બીજી કંપનીના ડીલરશીપ શોરૂમથી નહીં ખરીદી શકો. જો કે, કંપની આ સ્પેશિયલ બાઈકને એક્સક્લુઝિવલી ઓનલાઈન વેચશે. રોયલ એનફિલ્ડ હિમાલયન સ્લીટને પણ ઓનલાઈન વેચે છે.

ભારતમાં આ બાઈકની કિંમત બે લાખ રૂપિયા આસપાસ હોવની આશા છે.

આ બાઈક રોયલ એનફિલ્ડ RE/WD 125 થી ઈન્સ્પાયર્ડ છે. તેને ફ્લાઈંગ ફ્લી પણ કહેવામાં આવે છે. ફ્લાઈંગ ફ્લીને બ્રિટિશ પૈરાટ્રુપર્સ વર્લ્ડ વોર 2 દરમ્યાન ઉપયોગમાં લેતા હતા.

ગ્લોબલ પેગસસ બે રંગમાં, OLIVE DRAB GREEN અને SERVICE BROWNમાં ઉપલબ્ધ છે. જો કે, ભારતમાં તેને ફક્ત સર્વિસ બ્રાઉન શેડમાં જ લોન્ચ કરવામાં આવશે.

 

બાઈકના ફ્યુઅલ ટૈંક અને બે કૈનવાસ પેનિઅર્સ પર પેગાસસનો લોગો છે. બાઈકમાં યૂનીક સિરિયલ નંબર કોતરેલો છે જે ફ્યુઅલ ટૈંક પર જોવા મળે છે.

બાઈકના ક્લાસિક લુકને બરકરાર રાખવામાં આવ્યો છે. તેમાં એગ્ઝોસ્ટ મફલર, રિમ્ઝ, એન્જીન, હેડલાઈટ બેઝલ અને હેડલબાર પર કાળા રંગના એલિમેન્ટ્સ જોવા મળશે. સ્ટૈર્ડ રોયલ એનફિલ્ડ ક્લાસિક 500 બુલેટની જેમ જ પેગાસસમાં પણ 499 સીસી, એયર કુલ્ડ. સિંગલ સિલિન્ડર એન્જીન આપવામાં આવ્યુ છે. આ એન્જીન 27.5 પીએસનો પાવર અને 41.3 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે.

You might also like