રિયોમાં ભારતની ડબલ ધમાલ : સંદીપ અને દત્તુ બંન્નેએ જીત્યા મેડલ

નવી દિલ્હી : સોમવારે વધારે એક ભારતીય નાગરિકે રિયો ઓલમ્પિક માટે પોતાની ટીકિટ ફાઇનલ કરી લીધી હતી. એકલ નૌકા પ્રતિયોગિતામાં ભારતનાં દત્તુ ભોકનાલે સિલ્વર પદક પ્રાપ્ત કરીને રિયો ઓલમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું હતું. આ પ્રતિયોગિતા દક્ષિણ કોરિયામાં ચૂંગ ઝુમાં આયોજિત કરવામાં આવી હતી. તેની પહેલા સોમવારે જ ભારતીય પહેલવાન સંદિપ તોમરે રિયો ઓલમ્પિકની ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં પુરૂષોની ફ્રીસ્ટાઇલ સ્પર્ધાનાં 57 કિલોવર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને રિયો ઓલમ્પિકનું પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું.

ભારતીય નૌકાયન ખેલાડી ભોકનાલ આ સ્પર્ધા 7 મિનિટ અને 7.63 સેકન્ડમાં પુરી કરીને બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે કોરિયાનાં ડોંગયોંગ કિમે અંતિમ તબક્કામાં બાજી મારી હતી અને 7 મિનિટ 5.13 સેકન્ડનાં સમયમાં નિર્ધારિત હદ પાર કરી હતી અને ગોલ્ડ મેડલ પોતાનાં નામે કર્યું હતું. પ્રતિયોગિતામાં ટોપ સાત ખેલાડીઓએ રિયો ઓલમ્પિકનાં માટે ક્વોલિફાઇ કર્યું હતું.
ભોકનાલે વર્ષ 2014માં નેશનલ રોઇંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તે આ વર્ષે ચીનમાં આયોજીત થયેલી એશિયન રમતોમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. નાસિકમાં જન્મેલ ભોકનાલ સેનામાં કાર્યરત છે અને પુણે આર્મી રોઇંગ નોડમાં પણ અભ્યાસ કરી રહ્યા છે. તે ઉપરાંત ભોકનાલે ગતવર્ષે ચીનમાં 16મી એશિયન રોઇંગ ચેમ્પિયનશિપમાં પુરૂષ એકલ સ્કલ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.

ભારતીય રોઇંગ મહાસંઘનાં મહાસચિવ કેપ્ટન ગિરીશ ફડણનીસે ભોકનાલની આ સિદ્ધી બદલ તેમને શુભકામનાઓ આપી હતી. ભોકનાલે ખુબ મોડી રોઇંગની શરૂઆત કરી હતી. તે ગત્ત ચાર વર્ષથી જ આ રોઇંગ સાથે જોડાયેલા છે. પરંતુ ગત્ત વર્ષે ચીનમાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યું અને હવે ઓલમ્પિકમાં પણ ક્વોલિફાઇ કરી રહ્યા છે. હું આશા વ્યક્ત કરૂ છઉં કે તે રિયોમાં પણ પ્રથમ 10માં આવશે અને ચોકાવનારૂ પરિણામ પણ લાવી શકે છે.

You might also like