રાજ્યમાં પોલીસની દાદાગીરીનો વધુ એક VIDEO આવ્યો સામે, મહિલા ફરિયાદી સાથે કર્યું અભદ્ર વર્તન

રાજ્યમાં પોલીસની દાદાગીરીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પોલીસકર્મી એક મહિલા ફરિયાદી સાથે દાદાગીરી કરતો દેખાઈ રહ્યો છે અને પોલીસકર્મી ફરિયાદીને ધમકાવી પણ રહ્યો છે.

આ સાથે જ પોલીસકર્મીએ મહિલા ફરિયાદી સામે અભદ્ર વર્તન પણ કર્યું છે. મહિલા ફરિયાદી પોતાની ફરિયાદ લખાવવા માટે પોલીસકર્મી પાસે પહોંચી હતી પરંતુ પોલીસકર્મીએ ફરિયાદ લખી ન હતી.

પોલીસકર્મીએ મહિલાને અપશબ્દો કહીને મહિલાની ફરિયાદ લખાવવાની ના પાડી હતી. મહિલા ડરાવવા અને ધમકાવવાની ફરિયાદ લખાવવા માટે પોલીસકર્મી પાસે આવી હતી પરંતુ પોલીસકર્મીએ ફરિયાદ લખી નથી. આ વીડિયો વાયરલ થયાં બાદ પોલીસતંત્ર પર અનેક સવાલો પણ ઉઠ્યાં છે.

પોલીસકર્મી- હું કોઈ વ્યક્તિનું નામ કહીને કહું કે, તેમણે મર્ડર કર્યું તો મારી વાત માની લેવાની, તમને છગન અથવા રાજુભાઈએ કંઈ પણ કીધું.
ફરિયાદી- મને કાના અને છગને કીધું છે.
પોલીસકર્મી- તમને રૂબરુ મોઢે કીધું છે?
ફરિયાદી- મને કાનાએ રૂબરૂ કીધું નથી પરંતુ છગને મને રૂબરૂમાં કીધું છે.
પોલીસકર્મી- તમને રૂબરૂ નથી કીધું તો તેમનાં વિરૂદ્ધમાં ફરિયાદ નહીં આવે.
પોલીસકર્મી- તમે જે વાત કરો છો તે છગન અને ભાગ્યાની વાત કરો છો.
ફરિયાદી- સાહેબ મને ભાગયાનાં ભાઈ કાનાએ કીધું છે, મારો ખેડૂત મને કહે છે તું ત્યાંથી ચાલ, તે શાના માટે ના પાડી હતી.
પોલીસકર્મી- આ બનાવ ક્યારે બન્યો?
ફરિયાદી- સવારે 8 વાગે અને સાંજે 6 વાગે બે ટાઈમે બનાવ બન્યો.
ફરિયાદી- તમે આવી જ રીતે મારા બાપાને કીધું હતું અને મારા બાપાનું મોત થયું. ત્યારે પણ તમે કંઈ કર્યું નથી. અમને લોકોને ફરિયાદ કરવા માટે આવવું પણ ન હતું પરંતુ તે લોકો સાંજે 6 વાગે ફરીથી બોલ્યાં હતાં.
ફરિયાદી- તે અમને લોકોને મારી પણ નાખે. તેમણે 2 લોકોની હત્યા કરી છે. મારા બાપા સમજતાં હતાં. તેમણે તેમની પણ હત્યા કરી નાખી.
પોલીસકર્મી- તમે છગનભાઈનાં વિરૂદ્ધમાં ફરિયાદ લખાવો.
ફરિયાદી- છગનભાઈ અને કાનાભાઈએ જવાબ આપ્યાં છે તેમનાં બંન્ને પર ફરિયાદ લખો.
પોલીસકર્મી- કાનાભાઈ સામે ફરિયાદ નહીં લખાય. કાનાભાઈ તે સમયે હાજર હતાં?
ફરિયાદી- કાનાભાઈએ તો લોકોને મોકલ્યાં હતાં.
પોલીસકર્મી- કાનો તે સમયે હાજર હતો?
ફરિયાદી- તમે આવી જ રીતે મારા બાપાને પણ ડરાવ્યાં હતાં.
પોલીસકર્મી- ફરિયાદમાં ખોટા નામ નહીં લખાવવાનાં.
ફરિયાદી- તે દિવસે તમે ત્યાં જઈને આવ્યાં હતાં અને તે ત્યાં જ હતાં. તમે તેમની સામે કઈ પણ કાર્યવાહી કેમ ન કરી?
પોલીસકર્મી- અત્યારનાં બનાવમાં તમને છગને કીધું અથવા કોણે કીધું?
ફરિયાદી- સાંજનાં સમયે બંન્ને હતાં.
પોલીસકર્મી- હું કહું મને મોદીએ કીધું તો તમે મોદીનાં વિરૂદ્ધમાં ફરિયાદ કરશો?
પોલીસકર્મી- તમારે છગનનાં સામે ફરિયાદ કરવી હોય તો લખાવો બાકી હું ફરિયાદ લખવાનો નથી.
ફરિયાદી- સાહેબ, છગન એકલો નહીં કાનો પણ તેમની સાથે છે.
પોલીસકર્મી- આ ખોટી વાત છે.
ફરિયાદી- જવા દો સાહેબને ફરિયાદ નથી લેવી તો જવા દો.
પોલીસકર્મી- તમારી છગનનાં વિરૂદ્ધમાં ફરિયાદ હશે તો જ હું લઈશ.
ફરિયાદી- સાહેબ, કાનાનું પહેલું નામ છે.
પોલીસકર્મી- કાનાનાં નામ પર ફરિયાદ નહીં લખાય.
ફરિયાદી- અમે ફરિયાદ કરવા માટે આવ્યાં છીએ, હવે અમને કંઈ પણ થશે તેનાં જવાબદાર તમે ગણાશો
પોલીસકર્મી- શાનો જવાબદાર @#$#@
ફરિયાદી- સાહેબ, અપશબ્દો ન બોલશો, અમે તમારા અપશબ્દો સાંભળવા માટે નથી આવ્યાં.
પોલીસકર્મી- ફરિયાદ લખવી હોય તો લખાવો.
પોલીસકર્મી- તમે ખોટી ફરિયાદ લખાવશો તો તમારો કેસ નબળો પડશે.
ફરિયાદી- અમે ખોટી ફરિયાદ નથી લખાવતાં.

You might also like