ગણેશ વિસર્જનને લઇ રૂટ ડાઈવર્જન, જાણો શહેર કયા રસ્તા રહેશે બંધ

અમદાવાદ: શહેરમાં આગામી 15મીના રોજ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ છે. ત્યારે શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ વાહનચાલકો માટે રૂટ ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડ્યું છે. તા.15મીએ ગણેશ વિસર્જનમાં ભાગ લેનાર સિવાયના તમામ લોકો માટે બપોરે બે વાગ્યાથી ગણેશ વિસર્જનનો તહેવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી અમુક રસ્તાઓ બંધ રહેશે.

1)  એસ.ટી.થી જમાલપુર બ્રીજ થઇ સરદારબ્રીજથી પાલડી તરફનો રોડ બંધ રહેશે

વૈકલ્પિક રૂટઃ જમાલપુર બ્રીજ નીચેથી બહેરામપુરા થઇ દાણીલીમડા થઇ આંબેડકર બ્રીજ થઇને ચંદ્રનગરથી અંજલી થઇને પાલડી તરફ જવાશે.

2) ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા થઇ સારંગપુર સર્કલ થઇ કાલુપુર રેલવે સ્ટેશન તરફનો રોડ બંધ રહેશે

વૈકલ્પિક રૂટઃ એસટીથી ભુલાભાઇ થઇ ખોખરા બ્રીજથી ગોમતીપુર રેલવે કોલોની થઇ સરસપુર આંબેડકર હોલ થઇ કાલુપુર બ્રીજ તથા નરોડા તરફ જઇ શકાશે.

3) રેલવે સ્ટેશનથી આસ્ટોડિયા દરવાજાથી ખમાસા ચાર રસ્તાથી એલિસબ્રીજ ટાઉનહોલ સુધીનો રોડ બંધ રહેશે

વૈકલ્પિક રૂટઃ રેલવે સ્ટેશનથી કાલુપુર સર્કલ થઇ આંબેડકર હોલ થઇ માણેકલાલ મીલથી ગોમતીપુર રેલવે કોલોની થઇ ફુટબોલ ગ્રાઉન્ડથી અપ્સરા સિનેમા થઇ દાણીલીમડા તરફના રસ્તે થઇ અંજલીથી એલસબ્રીજ સુધી જઇ શકાશે.

You might also like