સંસદ ભવનના 50 નંબરના રૂમમાં આગ : ફાયર ટીમ ઘટના સ્થળે

નવી દિલ્હી : સંસદ ભવનમાં એક રૂમમાં મંગળવારે રાત્રે સામાન્ય આગ લાગી ગઇ જેના પર ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવી લેવાયો હતો. નવી દિલ્હી રેન્જનાં પોલીસ ઉપાયુક્ત બી.કે સિંહે જણાવ્યું કે સંસદ ભવનમાં રૂમ નંબર 50માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેની માહિતી મળતા જ તુરંત જ ફાયરની ગાડીઓ ત્યાં મોકલવામાં આવી હતી. આગને તુરંત જ કાબુમાં લઇ લેવાઇ હતી.

જો કે પોલીસ અધિકારીનાં જણાવ્યા અનુસાર આ આગ એક સામાન્ય આગ હતી. આ આગનાં કારણે કોઇ નુકસાન નથી થયું બીજી તરફ ફાયર વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે રાત્રે નવ વાગ્યે આગની માહિતી મળી હતી.

આગની માહિતી મળતાની સાથે જ 10 વાહનો સંસદ ખાતે રવાનાં કરાયા હતા. જો કે સુરક્ષા કારણોથી તેને અંદર પ્રવેશવા દેવાયા નહોતા. ભવનની અંદરા કર્મચારીઓ દ્વારા આપમેળે જ આગ બુઝાવી દેવામાં આવ્યા હતા.

You might also like