જરાય આસાન નથી બોક્સર રોન્ડાના બોયફ્રેન્ડ બનવું

લંડનઃ સ્ટાર મહિલા બોક્સર રોન્ડા રાઉસીના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ બ્રેન્ડન શુઆબના જણાવ્યા અનુસાર તેમની વચ્ચે બ્રેકઅપ થયું, કારણ કે રોન્ડાને બોયફ્રેન્ડ નહીં, એક એવો શખ્સ જોઈએ, જે તેની ‘હા’માં હા મિલાવે. આ ખુલાસાથી ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મહિલા બોક્સરનાે વર્તમાન બોયફ્રેન્ડ ટ્રેવિસ બ્રાઉન નારાજ છે.

ઉલ્લેખનીય છે કે ટ્રેવિસ અને બ્રેન્ડન, બંને બોક્સિંગની દુનિયાનાં મોટાં નામ છે. બંને વચ્ચે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે થોડા દિવસ પહેલાં ટ્રેવિસે એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. એ િડસેમ્બર-૨૦૧૪ના મુકાબલાનો ફોટો હતો, જેમાં તેણે બ્રેન્ડનને હરાવ્યો હતો. સાથે જ તેણે લખ્યું કે, ”સંતોષ આપનારી રાત હતી, જ્યારે તમે તમારા મુક્કાથી કોઈનું મોં બંધ કરી દો છો.”

તેના જવાબમાં ૩૩ વર્ષના બ્રેન્ડને કહ્યું, ”એ વાત ભૂતકાળની થઈ ચૂકી છે, મને તેનાથી કોઈ નારાજગી નથી. તે સારી વ્યક્તિ છે અને તેની સાથે એક સારી છોકરી પણ છે…વધુ શું જોઈએ? તે કદાચ મારાથી એટલા માટે નારાજ છે, કારણ કે હું થોડાં વર્ષ પહેલાં સુધી તેની ગર્લફ્રેન્ડનો બોયફ્રેન્ડ હતો. આગળ વધી દોસ્ત… હું છોકરીઓના ચક્કરમાં દુશ્મની નથી કરતો.”

પોતાની વાત ખતમ કરતાં બ્રેન્ડને ફરીથી ટ્રેવિસ પર કટાક્ષ કર્યો. તેણે કહ્યું, ”ચાલો, સારું છે કે આ બહાને (સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરવાના) ટ્રેવિસને રોન્ડાનાં કપડાં ધોવાના કામમાંથી સમય મળી ગયો હશે. હું એ પ્રકારની વ્યક્તિ નથી, બિલકુલ પણ નહીં. રોન્ડાને એક એવો બોયફ્રેન્ડ જોઈએ છે, જે તેની પાછળ ચાલે, તેની ‘હા’માં હા મિલાવે. રોન્ડા એક એવો છોકરો ઇચ્છે છે, જે હંમેશાં કહે કે, યસ મેડમ… કહો, હું શું કરું? રોન્ડા બહુ જ સફળ બોક્સર છે અને હંમેશાં ચાપલુસી કરનારાઓથી ઘેરાયેલી રહે છે, જેઓ તેની પૂજા કરે છે. મને આ બધું યોગ્ય નથી લાગતું કે ના તો મને તેના પૈસામાં કોઈ રસ છે.”

You might also like