આ છે ભારતના સૌથી રોમેન્ટીક હનીમૂન પ્લેસ

નવી દિલ્હી: આજની ભાગદોડ વાળી જીંદગીથી દરેક લોકો એવી જગ્યા જવાનું પસંદ કરે છે કે જ્યાં તેમને શાંતિ મળે. બસ એવી જ ક્ષણ જે હંમેશા માટે યાદગાર બની જાય. તે માટે વિદેશમાં જવા માટેનો પહેલો વિચાર આવે છે.

આપણાં ભારતમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જે બધા કરતાં અલગ છે. જ્યાં જઇને તમે ત્યાંની ખૂબસૂરતી અને આકર્ષણ જોઇને ત્યાંના થઇ જશો. જો તમે તમારા પાર્ટનર સાથે એવી જગ્યા જવાનું પસંદ કરો છો તો ભારતની આ જગ્યાઓ પર જરૂરથી જાવ. જે સૌથી બેસ્ટ અને રોમેન્ટીક જગ્યા છે. ચલો તો જાણીએ તે જગ્યા માટે

આંદમાન નિકોબાર
જો તમે તામારા પાર્ટનર સાથે ધમાલ ભરી જીંગદીથી દૂર એકલા જઇને એકબીજા સાથે સમય વિતાવવા માંગો છો તો આ તમારા માટે બેસ્ટ જગ્યા છે. તમારા માટે આના કરતાં કોઇ રોમેન્ટીક જગ્યા નહીં હોય. વર્ષોથી મનુષ્ય એકાંત શોધવા માટે કોઇ દરિયા કિનારા તરફ જ ખેંચાય છે. જો તમે તમારા હનીમૂનને રોમેન્ટીક બનાવા માંગો છો તો અહીંયા ચોક્કસથી જાવ. આંદમાન નિકોબાર તેના સુંદર દરિયા કિનારા અને સ્કૂબા ડાઇવિંગ માટે પ્રસિદ્ધ છે. તેના જંગલોમાંથી મળતાં પ્રજાતી પક્ષી અને સુંદર ફૂલો ઉત્તમ હનીમૂન સ્થાન બનાવે છે.

ગોવા
ભારતના લોકોને ગોવા ઘણું પસંદ છે. ગોવા તેના દરિયા કિનારા, વોટર સ્પોટર્સ એડવેન્ચર, ચર્ચ અને નાઇટ લાઇફ માટે જાણીતું છે. ત્યાં એવી ઘણી સુંદર અને આકર્ષક જગ્યાઓ છે. પ્રેમીઓ માટે ગોવા પહેલી પસંદ છે. જ્યાં તેઓ દરીયાના મોજા સાથે આનંદ લે છે

શ્રીનગર
આ કાશ્મીરનું સૌથી મોટું શહેર છે. આ કાશ્મીરનું હૃદય કહેવામાં આવે છે. આ પહેલેથી જ કપલ્સ માટે બેસ્ટ જગ્યા રહી છે. આ જ કારણથી અહીંયા સૌથી વધારે કપલ્સ આવે છે. જો તમે તમારી જિંગદીની ફિલોસોફી શરૂ કરવા માંગો છો તો તમને સારી કોઇ જગ્યા મળશે નહીં. આ શહેર નગીન અને ડાલ લેક માટે વિશ્વભરમાં ફેમસ છે. અહીંયા તમે નિશાંત બાગ, શાલીમાર બાગ, અચ્છાબલ બાગ, ચશ્મા શાહી અને પરી મહેલ જેવી જગ્યા પર જઇ શકો છે. જે ઘણી ફેમસ છે.

મનાલી
મનાલી એક રોમેન્ટિક સ્થળ છે. સાથે હનીમૂન માટે પણ બેસ્ટ છે. અહીંયાના વાદળો તમે તમારા પાર્ટનર સાથે પસાર કરેલી દરેક ક્ષણને રોમેન્ટીક અને યાદગાર બનાવી દે છે. ચારે બાજુ બરફથી ઢંકાયેલા પહાડો, ઠંડી હવા અને પ્રાકૃતિક નજારો જોઇને તમને એવું લાગશે કે તમે સ્વર્ગમાં આવી ગયા છો. મનાલીની સોલાંગ ઘાટી 300 મીટરની ઊંચાઇ વાળી છે. જ્યાં દર વર્ષે શિયાળામાં વિન્ટર સ્કિઇંગ ફેસ્ટિવલનું આયોજલ કરવામાં આવે છે. અહીં આવીને પર્યટકો ઘણા પ્રકારની સાહસિક ગતિવિધિઓ જેમ કે પેરાગ્લાડિન્ગ, પહાડો પર બાઇક ચલાવવું અને સ્કિઇંગ પણ કરી શકે છે.

નૈનિતાલ
નૈનિતાલ જેને તળાવોનું પણ શહેર કહેવામાં આવે છે. જો તમે તમારા પાર્ટનર સાથે રંગીન વાદળો વચ્ચે તમારા પ્રેમને વધારે મજબૂત કરવા માંગો છો તો આના કરતા સારી કોઇ જગ્યા હોઇ શકે નહીં, નૈનિતાલ કુમાઉનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આવેલું આ સ્થળ લેકથી ઘેરાયેલું છે. તેના જંગલો આરામ કરવા માટેનું આદર્શ પિકનીક સ્પોર્ટ બનાવે છે. નૈનીતાલની આસપાસની ઘાટીઓને મનોહરી દ્રશ્યોને પણ જોવાનો મોકો આપે છે.

શિમલા
જો તમે તમારા હનીમૂનને રોમેન્ટિકની સાથે સાથે રોમાંચથી ભરપૂર કરી દેવા માંગો છો તો આના કરતાં સારી કોઇ જગ્યા નથી. આ સ્થળ તેની ખૂબસૂરતી માટે ઘણી ફેમસ છે. આ એક એવી જગ્યા છે જ્યાં પૂરા વિશ્વમાંથી પર્યટક આવતાં રહેતાં હોય છે.

અહીં શિયાળાની સિઝનને ‘લોગ મૂન નાઇટ્સ’ એટલે કે લાંબી ચાંદની રાતની સિઝન કહે છે. અહીંના પહાડો, નિર્મલ ઝરણાં, શાંત લેક, ઊંચા શિખરો પર્યટકોને એવાં બાxધી દે છે કે તેમનાથી દૂર જવાનું મન થતું જ નથી.

You might also like