400 કિલોમીટર પ્રતિકલાકની ગતિથી ઊડતી ટેક્સી બનાવી રહી છે રોલ્સરોયસ

લંડન: કાર કંપની રોલ્સરોયસ ૪૦૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિથી ઊડતી ટેક્સી બનાવી રહી છે. ૨૦૨૦ પહેલાં આ ટેક્સી લોન્ચ કરવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. એક વખતમાં પાંચ યાત્રી સફર કરી શકશે. ટેક્સીને એક વાર ચાર્જ કરતાં ૮૦૦ કિમી સુધી ચાલી શકશે.

એક અંગ્રેજી વેબસાઇટ મુજબ કંપની આ અઠવાડિયે હેમ્પશાયરમાં યોજાનાર એક એર શોમાં તેનું પ્રદર્શન પણ કરશે. આ એર શોમાં વિશ્વની જાણીતી કંપનીઓ પોતાનું હુન્નર બતાવશે. રોલ્સરોયસ પહેલાં એરોપ્લેન, હેલિકોપ્ટર અને શિપ એન્જિન બનાવી ચૂકી છે.

વારંવાર ચાર્જ કરવી નહીં પડે
રોલ્સરોયસ આ ટેક્સીમાં પોતાની એમ-૨૫૦ ગેસ ટર્બાઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ૫૦૦ કિલોવોટની ઊર્જા ઉત્પન્ન કરશે, તેમાં ઓછો અવાજ કરતું એન્જિન પણ હશે. તેની હાઇબ્રીડ ડિઝાઇનના કારણે વારંવાર ચાર્જ નહીં કરવી પડે, તેમાં લગાવેલા વિંગ ૯૦ ડિગ્રી સુધી ફરશે, જેના કારણે સીધુ ટેક ઓફ અને લેન્ડિંગ થઇ શકશે.

You might also like