ખીચા વટાણા ના રોલ

ખીચુ બનાવવાની સામગ્રી
2 કપ ચોખાનો લોટ
1 કપ જુવારનો લોટ
મીઠું સ્વાદ અનુસાર
1/2 ચમચી જીરું
11/2 ચમચી આદુ મરચાની પેસ્ટ
પાણી જરૂર મુજબ
બનાવવાની રીત
એક બાઉલ માં 2 કપ ચોખા અને 1 કપ જુવારના લોટ નું મિશ્રણ ઉમેરો. તેમાં મીઠું , જીરું , આદુ મરચા ની દોઢ ચમચી પેસ્ટ નાખી ને લોટ ના મિશ્રણ ને બરાબર હલાવો. હવે પાણી ગરમ કરો અને તેમાં આ લોટ નું મિશ્રણ ઉમેરી વેલણ ને ઉભું રાખી એક જ તરફ ગોળ ગોળ હલાવો , હવે તેને થોડી વાર ઢાંકી રાખો.આદુ મરચા ની દોઢ ચમચી પેસ્ટ નાખી ને લોટ ના મિશ્રણ ને બરાબર હલાવો. હવે પાણી ગરમ કરો અને તેમાં આ લોટ નું મિશ્રણ ઉમેરી વેલન ને ઉભું રાખી એક જ તરફ ગોળ ગોળ હલાવો , હવે તેને થોડી વાર ઢાંકી ને રાખો.
સ્ટફિંગની સામગ્રી
2 ચમચી તેલ
250 ગ્રામ બાફેલા વટાણા
1 ચમચી શેકેલું જીરું
1 ચમચી ગરમ મસાલો
11/2 ચમચી ખાંડ
1 ચમચી તલ
11/2 ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત- એક પેન માં 2 ચમચી તેલ લો,તેમાં આદુ મરચા ની પેસ્ટ સાંતળો. પછી તેમાં બાફેલા વટાણા નો પલ્પ નાખો. તેમાં મીઠું , 1 ચમચી શેકેલું જીરું , 1 ચમચી ગરમ મસાલો , દોઢ ચમચી ખાંડ, 1 ચમચી તલ , દોઢ ચમચી લીંબુ નો રસ નાખી હલાવો. હવે જે ખીચું મસળી ને તૈયાર કરેલ છે તેનો લુવો તૈયાર કરી પ્લાસ્ટીક પાથરી વાણી લો. હવે આખા રોટલમાં વટાણા નું મિશ્રણ પાથરી રોલ વાળો. પ્લાસ્ટિક ધીરે ધીરે ઉપાડતા જવા અને રોલ વાળતા જાવ. હવે આ રોલ ને 7 મિનીટ બાફો. ત્યાર બાદ તેને કટ કરો.
સર્વ કરવા : તેલ 2 ચમચી લઇ તેમાં અડધી ચમચી રાઈ ,અડધી ચમચી જીરું , અડધી ચમચી તલ , લીમડા ના પાન રેડી વઘાર તૈયાર કરો અને આ વઘાર રોલ પર રેડો, અને નારીયેલ ની કાચલી માં ચટણી સાથે સર્વ કરો

You might also like