રોહિત વેમુલાનાં પરિવારે અંગિકાર કર્યો બૌદ્ધ ધર્મ

હૈદરાબાદ : થોડા સમય અગાઉ આત્મહત્યા કરનારા હૈદરાબાદ યુનિવર્સિટીનાં વિદ્યાર્થી રોહિત વેમુલાનાં પરિવારે બૌદ્ધ ધર્મ અંગિકાર કરી લીધો છે. આ કાર્યક્રમ મુંબઇનાં દાદર ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભીમરાવ આંબેડકરનાં ત્રણ પૌત્રો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે બૌદ્ધ ધર્મગુરૂઓને પણ બોલાવવામાં આવ્યા હતા. રોહિતનાં મિત્ર ડી.પ્રશાંતે કહ્યું કે રોહિત પોતે પણ બુદ્ધને માનતો હતો. તેનાં અંતિમ સંસ્કાર પણ બૌદ્ધ પ્રણાલી અનુસાર કરાયા હતા.

રોહિતનાં પરિવારે કહ્યું કે અમે અત્યાર સુધી હિન્દુ ધર્મને જ માનતા હતા. જો કે હિન્દુ ધર્મમાં ઉંચીજાતનાં લોકો દ્વારા અમને પરેશાન કરવામાં આવતા હતા. આ ભેદભાવથી અમે દુખી છીએ. તે બાબત પણ ખોટી છે કે સરકાર દ્વારા રોહિતનાં મૃત્યુ માટે જવાબદાર નથી માનવામાં આવી રહ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશનાં ગંટૂરમાં રહેતા દલિત વિદ્યાર્થી રોહિત વેમુલા સોશ્યોલોજીમાં ડોક્ટરેક કરી રહ્યો હતો. જો કે આંબેડકર યુનિયનનાં પાંચ દલિત વિદ્યાર્થીઓ પર એબીવીપીનાં કાર્યકરો દ્વારા હૂમલાનો દાવો કરાયો હતો.

જેનાં પગલે વેમુલા દ્વારા આંદોલ કરાયું હતું જેથી ચાન્સેલર દ્વારા રોહિતને સસ્પેન્ડ કરી દેવાયો હતો. જેથી તેણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા રોહિત દ્વારા 10 પાનાની સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી. જો કે સુસાઇડ નોટમાં તેણે કોઇને જવાબદાર ઠેરવ્યા નહોતા. પરંતુ તેનાં સાથી વિદ્યાર્થીઓ દ્વારા એબીવીપીનાં કાર્યકરોથી માંડીને વાઇસ ચાન્સેલર સુધીનાં લોકો પર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો હતો.

You might also like