વેમુલા મામલે વિદ્યાર્થી સંગઠનો દેશભરમાં પ્રદર્શન કરશે

હૈદરાબાદઃ રિસર્ચ સ્ટુડન્ટ રોહિત વેમુલાની આત્મહત્યા બાદથી ૧૭ જાન્યુઆરીએ શરૂ થયેલું વિરોધ પ્રદર્શન હવે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી સુધી સીમિત ન રહીને સમગ્ર દેશમાં ફેલાયેલું રહેશે. જેએનયુ અને ડીયુ સહિત નવ યુનિવર્સિટીના પ્રતિનિધિ હજુ કેમ્પસમાં છે અને તેમણે એક નેશનલ જેઈસી બનાવી છેં, જેથી વેમુલાની આત્મહત્યા બાબતે કાર્યવાહીમાં દબાણ વધારી શકાય.

જેઈસીએ આજે દેશની તમામ યુનિવર્સિટીમાં બંધની અપીલ કરી છે. મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ ૩૦ જાન્યુઆરી દિલ્હી ચલોનો નારો પણ આપ્યો છે. આ વિદ્યાર્થીઓ માનવસંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાનીને દૂર કરવાની અને લેબર પ્રધાન બંડારુ દત્તાત્રેય, વીસી અપ્પારાવ પોડિલે અને ભાજપ ધારાસભ્ય રામચંદ્ર રાવ સહિત અન્ય આરોપીઓની ધરપકડની માગણી કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને આઈસીએસએસઆરના ચેરપર્સન સુખદેવ થોરાટ, માનવાધિકાર કાર્યકર્તા જી. હરગોપાલ, શિક્ષણવિદ અને દલિત ચિંતક કાંચા ઈલૈયા ઉપરાંત દલિત મહિલા લેખકો અને કાર્યકર્તાઓના એક સંગઠનનું સમર્થન પણ મળેલું છે.

You might also like