ખુલાસોઃ રોહિત વેમુલા ન હતો દલિત, ખોટી રીતે બનાવ્યું હતું સર્ટિફિકેટ

ગુંટૂરઃ હૈદ્રાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યામાં એક નવો વળાંક આવ્યો છે. ગુંટૂરની કલેક્ટર રિપોર્ટમાં ખુલાસો થયો છે કે રોહિત વેમુલા દલિત નથી. ગુંટૂરના કલેક્ટરે તેને દલિત વિદ્યાર્થી ન ગળવા સાથે તેના પરિવારને એક નોટીસ ફટકારી છે. તેમનું કહેવું છે કે વિદ્યાર્થીનું ખોટી રીતે સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું છે. રોહિત વેમુલા હૈદ્રાબાદ વિશ્વવિદ્યાલયનો વિદ્યાર્થી હતો. તેણે 17 જાન્યુઆરી 2016ના રોજ આત્મહત્યા કરી હતી. તેને દલિત વિદ્યાર્થી દર્શાવવામાં આવી રહ્યો હતો.

પોતાને દલિત સાબિત કરવા માટે રોહિતની માતાને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. રોહિત વેમુલાની આત્મહત્યા બાદ રાજકિય માહોલ પણ ગરમાયો હતો. કોંગ્રેસ સહિત અન્ય દળે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે દલિત હોવાને કારણે રોહિત વેમુલાને હેરાન કરવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત સરકાર પર દલિત વિરોધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like