રણવિર સિંહ સાથે રોહિત શેટ્ટી બનાવશે ‘માય નેમ ઇઝ લખન’

રણવિર સિંહ, રોહિત શેટ્ટીની ફિલ્મમાં જોવા મળશે, આ ચર્ચા ઘણાં લાંબા સમયથી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત શેટ્ટીએ એક સ્ટોરી ફાયનલ કરી છે, જે રણવિર સિંહને પણ પસંદ આવી છે. અમે વાત કરી રહ્યા છે તેલુગુ બ્લોકબાસ્ટર ફિલ્મ ‘ટેમ્પર’ની.

આ ફિલ્મ રોહિતના અંદાજમાં સારી ઊતરે છે. આ એક ભ્રષ્ટ પોલીસ ઓફિસરની સ્ટોરી છે, નોંધનીય છે કે એમાં ભરપૂર એક્શન પણ હશે…જેવી રીતે રોહિતની ફિલ્મોમાં જોવા મળે છે. આ ફિલ્મનું તામિલમાં પણ એક રિમીક બની ગયું છે, જે હીટ રહ્યું હતું.

સૂત્રોનું માનીએ તો રોહિત અને રણવીર આ તેલુગુ બ્લોકબાસ્ટરની હિંદી રિમેક પર ચર્ચા કરી ચૂક્યા છે. રોહિતની ટીમે ફાયનલ ટચ આપવાનું કામ પણ શરૂ કરી દીધું છે, હાલમાં એનું વર્કિગ ટાઇટલ ‘માય નેમ ઇઝ લખન’ રાખવામાં આવ્યું છે.

રોહિતવી ટીમ આ નામથી ફિલ્મની તૈયારીઓ કરી રહી છે. આ ટાઇટલને રજિસ્ટર પણ કરી લેવામાં આવ્યું છે. રોહિત અને રણવિર છેલ્લા ઘણા સમયથી એખ સાથે કામ કરવા ઇચ્છતા હતાં. આ પહેલા અનિલ કૂપ અને જેકી શ્રોઉની રામ લખન નું રિમેક પણ રોહિત શેટ્ટીએ જ બનાવી હતી.

You might also like