રોહિત શર્માએ પાસ કરી યો યો ટેસ્ટ, ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ યો યો ટેસ્ટ પાસ કરી લીધી છે. બુધવારે બેંગ્લોરમાં એનસીએમાં યો યો ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી, તે હવે ટીમ ઈન્ડિયા સાથે UKના પ્રવાસ પર જશે.

યો યો ટેસ્ટ પસાર કર્યા પછી, રોહિત શર્માએ પોતે આ માહિતી Instagram પર શેર કરી હતી. તેના પોસ્ટને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી વખતે, તેણે લખ્યું, “યો-યો ટેસ્ટ ક્લીર. આપણે જલ્દી મળીશું, આયર્લૅન્ડ.”

તમને જણાવી દઈએ કે અજિંક્યા રહાણે રોહિત શર્માના સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે રોહિતના યો યો ટેસ્ટ પાસ કરવા પર તમામ અટકળો પતી ગઈ છે.

અગાઉ, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલા ખેલાડીઓએ (સિવાય કે જેઓ અફઘાનિસ્તાન સામેની મેચ રમ્યા હતા) 15 જૂનના રોજ યો-યો ટેસ્ટ રાખવામાં આવ્યો હતો પણ રોહિત ઉપસ્થિત ન હતો. રોહિત રશિયામાં એક ઘડિયાલ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજરી આરવા ગયો હતો. BCCI દ્વારા રાખવામાં આવેલી 15મી જૂનની યો યો ટેસ્ટ હવે આપી.

 

Yo-Yo ✔ See you shortly Ireland

A post shared by Rohit Sharma (@rohitsharma45) on

ત્યારથી, તે સ્પષ્ટ ન હતું કે શા માટે તેમની તંદુરસ્તી પરીક્ષણની તારીખ સતત બદલાઈ રહી છે. કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત, વનડેમાં રોહિત બીજા ક્રમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે અને ઈંગ્લેન્ડના આગામી પ્રવાસમાં તેના મર્યાદિત ઓવરમાં તે મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા રાખાય છે.

BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે ખેલીડિઓ ઈંગ્લેન્ડ પહોંચીને આ ફિટનેસ ટેસ્ટ આપવા માગતા હતા, પરંતુ BCCIએ સાફ શબ્દોમાં કપ્યું હતું કે ટેસ્ટ ભારતમાં જ ફરજિયાત છે.

You might also like