આ મામલે વિરાટને પાછળ છોડી શકે છે રોહિત શર્મા…

મુંબઈઃ હિટમેન રોહિત શર્માની ત્રીજી ડબલ સેન્ચુરી આજકાલ વર્લ્ડ ક્રિકેટમાં ચમકી રહી છે. શ્રીલંકા સામે મોહાલી વન ડેમાં ૨૦૮ રનની તોફાની ઇનિંગ્સના કારણે આ વર્ષે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં રોહિત બીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતે વર્ષ ૨૦૧૭માં વિરાટ કોહલી (૧૪૬૦ રન) બાદ સૌથી વધુ ૧૨૮૬ રન બનાવ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે વર્તમાન વર્ષમાં રોહિત શર્માએ ૧૨૮૬ બોલ રમીને ૧૦૦ રનના સ્ટ્રાઇક રેટથી ૧૨૮૬ રન બનાવ્યા છે. આ વર્ષે રોહિત પાસે હજુ એક વન ડે છે, જ્યારે તે આગામી રવિવારે વિશાખાપટ્ટનમમાં શ્રીલંકા સામે વન ડે શ્રેણીની અંતિમ મેચ રમવાનો છે. ટીમ ઇન્ડિયાની પણ આ વર્ષની અંતિમ મેચ હશે.

રોહિત શર્મા પોતાના શાનદાર ફોર્મને કારણે આ વર્ષે સૌથી વધુ રન બનાવવાના મામલામાં વિરાટ કોહલીને પણ પાછળ છોડી શકે છે, પરંતુ આના માટે રોહિતે એક વન ડેમાં ૧૭૫ રન બનાવવા પડશે.

વર્ષ ૨૦૧૭માં કોણે કેટલા રન બનાવ્યા?
૧. વિરાટ કોહલીઃ ૨૬ મેચ, ૨૬ ઇનિંગ્સ, ૧૪૬૦ રન. સરેરાશ ૭૬.૮૪, સ્ટ્રાઇક રેટ ૯૯.૧૧
૨. રોહિત શર્માઃ ૨૦ મેચ, ૨૦ ઇનિંગ્સ, ૧૨૮૬ રન. સરેરાશ ૭૫.૬૪, સ્ટ્રાઇક રેટ ૧૦૦
૩. જો રૂટઃ ૧૯ મેચ, ૧૮ ઇનિંગ્સ, ૯૮૩ રન. સરેરાશ ૭૦.૨૧, સ્ટ્રાઇક રેટ ૯૨.૧૨
૪. ક્વાન્ટ ડી’કોકઃ ૧૯ મેચ, ઇનિંગ્સ, ૯૫૬ રન. સરેરાશ ૫૩.૧૧, સ્ટ્રાઇક રેટ ૯૪.૮૪
૫. ઉપુલ થરંગાઃ ૨૪ મેચ, ૨૪ ઇનિંગ્સ, ૯૧૬ રન. સરેરાશ ૪૫.૮૦, સ્ટ્રાઇક રેટ ૮૯.૭૧

You might also like