રોહિત શર્મા બન્યો ‘રેકોર્ડ કિંગ’, યુવરાજસિંઘને છોડ્યો પાછળ….

નિદહાસ ટ્રોફીની ટી-20 શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાના શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની મેચમાં 61 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સમાં રોહિત શર્માએ 5 બાઉન્ડ્રી અને 5 સિકસર ફટકારી હતી.

‘હિટમેન’ના હુલામણા નામે જાણીતા રોહિત શર્મા હવે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સિકસર લગાવનાર ભારતીય ખેલાડી બની ગયા છે. જો દુનિયામાં સૌથી વધારે સિકસર મારનાર ખેલાડીમાં આઠમા સ્થાન પર છે. રોહિત શર્માએ બાંગ્લાદેશ સામે પાંચમી સિકસર ફટકારતા આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ અગાઉ ભારત તરફથી ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે સિકસર મારવાનો રેકોર્ડ યુવરાજસિંઘના નામે હતો. યુવરાજસિંઘે ઇન્ટરનેશનલ ટી-20માં અત્યાર સુધીમાં 74 સિકસર ફટકારી છે. આમ હવે રોહિત શર્માએ ગઇકાલે મારેલી પાંચમી સિકસર બાદ સૌથી વધારે 75 સિકસર ફટકારી છે. આ યાદીમાં ત્રીજા સ્થાન પર સુરેશ રૈના છે. સુરેશ રૈનાએ અત્યાર સુધીમાં ટી-20 ઇન્ટરનેશનલમાં 54 સિકસર ફટકારી છે.

જો કે ટી-20 ઇન્ટરનેશલ ક્રિકેટમાં સૌથી વધારે સિકસર મારવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના સંયુકત નામે છે. બંને ખેલાડીઓએ 109-109 સિકસર ફટકારી છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડના મેકુલમે 91 સિકસર મારી છે.

જ્યારે ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસન છે જેને 83 સિકસર ફટકારી છે જ્યારે પાંચમા સ્થાન પર ડેવિડ વોર્નરે 79 સિકસર મારી છે.

You might also like