હૈદરાબાદનો રોહિત ખંડેલવાલ બન્યો ‘મિસ્ટર વર્લ્ડ-૨૦૧૬’

નવી દિલ્હી: હૈદરાબાદનો રોહિત ખંડેલવાલ પહેલો ભારતીય મિસ્ટર વર્લ્ડ ૨૦૧૬ બની ચૂક્યો છે. ઘણા અૈતિહાસિક પડાવને પાર કરતાં તેને અા પ્રતિષ્ઠિત કોમ્પિટિશન જીતી લીધી છે. સાઉથ પોર્ટ થિયેટરના ફ્લોરલ હોલમાં અાયોજિત સમારંભમાં રોહિત અા વર્ષના સૌથી ચર્ચિત એવોર્ડથી નવાજવામાં અાવ્યો.
રોહિત માટે અા સ્પર્ધા ખૂબ જ ટફ હતી. તેણે દુનિયાભરના ૪૭ સ્પર્ધકોને પાછળ રાખતા આ અેવોર્ડ પોતાના નામે કરી દીધો છે. અા એવોર્ડની સાથે ૫૦ હજાર ડોલરની રકમ મળશે. ડિઝાઈનર િનવેદિતા સાબુના ડિઝાઈન કરેલા કોસ્ચ્યુમમાં રોહિત હેન્ડસમ દેખાતો હતો.

રોહિત ખંડેલવાલે વર્ષ ૨૦૧૫માં મિસ્ટર ઇન્ડિયા બન્યો હતો. રોહિત મિસ્ટર વર્લ્ડ બન્યો જ્યારે ફર્સ્ટ રનર-અપ તરીકે પ્યુરિટો રિકો અને સેકન્ડ રનર-અપ તરીકે મેક્સિકોના યુવાનો રહ્યા. એવોર્ડ જીત્યા બાદ રોહિતે જણાવ્યું કે હું હજુ પણ માની શકતો નથી કે હું મિસ્ટર વર્લ્ડનું ટાઈટલ જીતી ચૂક્યો છું.

મિસ્ટર વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય હોઈ હું ગૌરવની લાગણી અનુભવું છું. મને મારું સ્વપ્નું સાચું પડવા જેવી લાગણી થાય છે. હું મિસ્ટર ઇન્ડિયાની સ્પર્ધા અાયોજિત કરનાર મને તક અાપનાર લોકોનો ખૂબ અાભારી છું. મારા મિત્રો, પરિવાર અને મારા ચાહકોઅે મને સતત સપોર્ટ અાપ્યો છે. મારા શુભચિંતકો વગર મારી અા સફળ શક્ય ન હતી.

You might also like