જમ્મુમાં રોહિંગ્યા મુસ્લિમોને ઓળખ દસ્તાવેજો અપાતાં ભડકો

નવી દિલ્હી: પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓને ઓળખ દસ્તાવેજો આપવાના મુદ્દે જમ્મુ અને કાશ્મીરમાં નવો બખેડો શરૂ થઈ ગયો છે. આ મામલાને લઈને રાજ્યના પ્રાદેશિક અને ધાર્મિક ધોરણે ભાગલા ઊભા થવાનો ખતરો પેદા થયો છે.
કાશ્મીર ખીણમાં અલગતાવાદીઓ અને મુખ્ય વિરોધ પક્ષોએ એવો આક્ષેપ કર્યો છે કે પીડીપી-ભાજપ ગઠબંધન શરણાર્થીઓને સર્ટિફિકેટ આપીને રાજ્ય સાથે સંકળાયેલા કાયદાને ખતમ કરી રહી છે. જમ્મુમાં નેતાઓનું કહેવું છે કે રોહિંગ્યા મુસ્લિમોને વસાવવાનું પગલું એ આ પ્રદેશની વસ્તી ક્ષેત્રને બદલવાનો પ્રયાસ છે. સરકારે પોતાના બચાવમાં જણાવ્યું છે કે પશ્ચિમ પાકિસ્તાનની શરણાર્થી જેમાંના મોટા ભાગના લોકો હિન્દુઓ છે તેઓ દેશના ભાગલા વખતે જમ્મુ-કાશ્મીર આવ્યા હતા અને આ મુદ્દો નોનસ્ટેટ સબ્જેક્ટ છે. સરકારના પ્રવકતા અને શિક્ષણપ્રધાન નઈમ અખતરે જણાવ્યું છે કે અમે તમને માત્ર ઓળખ દસ્તાવેજો આપી રહ્યા છે કે જેનાથી તેમને પેરામિલિટરી ફોર્સ અને અન્ય સંસ્થાનોમાં નોકરી મેળવવામાં મદદરૂપ થઈ શકે.

કાશ્મીરના સોપોર ટાઉનમાં પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓના મુદ્દે શુક્રવારની નમાજ બાદ હિંસક દેખાવો થયા હતા. હિંસક તોળાને કાબૂમાં લેવામાં પોલીસ દ્વારા અશ્રુવાયુના શેલ છોડવામાં આવ્યા હતા અને લાઠીઓ વીંઝવી પડી હતી. જ્મ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચેરમેન યાસિન મલિકની શ્રીનગરમાં અટકાયત કરવામાં આવી હતી તો બીજી બાજુ હુર્રિયત નેતા મિરવાઈઝ ઉંમર ફારુકે જૂના શ્રીનગરમાં દેખાવોમાં ભાગ લીધો હતો. નેશનલ કોન્ફરન્સે સર્ટિફિકેટ આપવાની બાબતમાં જણાવ્યું હતું કે શરણાર્થીઓને કાયમી નિવાસીનો દરજ્જો અને સંપત્તિના અધિકાર આપવાની દિશામાં આ પ્રથમ પગલું છે. જમ્મુમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આગામી બજેટસત્ર દરમિયાન રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમોની વધતી જતી સંખ્યાનો મુદ્દો ઉઠાવશે.

રોહિંગ્યા મુસ્લિમોનો નામોલ્લેખ કર્યા વગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ જમ્મુએ તેમની હાજરીને કુટિલ અભિયાન ગણાવ્યું હતું. ચેમ્બરના અધ્યક્ષ રાકેશ ગુપ્તાએ જમ્મુના લોકોને જણાવ્યું હતું કે તેઓ આખરી જંગ માટે તૈયાર રહે. તેમણે રાજ્ય સરકાર પર આર્ટિકલ-૩૭૦ના મામલે બેવડી ની‌િત અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. ગુપ્તાએ જણાવ્યું હતું કે એક બાજુ સૈનિક કોલોની અને પંડિત કોલોની બનાવવાની દરખાસ્ત રદ કરવામાં આવી છે તો બીજી બાજુ વિદેશી નાગરિકોને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. મ્યાનમાર શરણાર્થીઓ મુસ્લિમો વર્ષોથી જમ્મુમાં ઠલવાઈ રહ્યા છે તેઓ નથી ભારતના નાગરિક કે નથી રાજ્યના કાયમી નિવાસીઓ.

પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થી નેતા લાભારામ ગાંધીએ જણાવ્યું હતું કે પશ્ચિમ પાકિસ્તાનના ૫૭૬૪ પરિવારો આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રહે છે અને હવે તેમની સંખ્યા વધીને ૨૦,૦૦૦ થઈ ગઈ છે અને મોટા ભાગના જમ્મુ, સાંબા અને કઠુઆ જિલ્લામાં વસે છે.
http://sambhaavnews.com/

You might also like