રોહિંગ્યા શરણાર્થી નહીં, ગેરકાયદે ઘૂસણખોરો છે: રાજનાથ

રોહિંગ્યા મુસલામાનોના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે નિવેદન આપતાં કહ્યું છે કે રોહિંગ્યા મુસલમાનોને શરણાર્થીઓ કહી ના શકાય. રોહિંગ્યા મુસમલમાનોએ ગેરકાયદે ઘૂસણખોરી કરી છે. રાજનાથસિંહે કહ્યું કે રોહિંગ્યાને પરત લેવા મ્યાનમાર તૈયાર છે. રોહિંગ્યા મુસલમાનોને ભારતમાંથી જવું પડશે. દિલ્હી ખાતે એનએચઆરસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે રોહિંગ્યા સમુદાયના લોકોથી ભારતની સુરક્ષાને ખતરો છે.

રાજનાથસિંહે કહ્યું કે ભારત રોહિંગ્યાને ડિપોર્ટ કરી રહ્યાં છે તો તેના લોકોને શેની આપત્તિ છે. રાજનાથસિંહે કહ્યું કે ભારતે યુએન રિફ્યુજી કન્વેશન સહી કરી નથી.

You might also like