ઓબામાને વેશ્યાનો પુત્ર ગણાવનાર દુતર્તે એ કહ્યું દર પાંચમાથી ત્રણ અમેરિકનો ગાંડા

મનીલા : પોતાના અમેરિકા વિરોધી અને વિવાદિત નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેનારા ફિલીપીન્સનાં રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તે એકવાર ફરીથી અમેરિકી વિરોધી નિવેદન આપ્યું છે. દુતર્તેએ કહ્યું કે દર પાંચમાંથી ત્રણ અમેરિકનો બેવકુફ હોય છે. ફિલીપીન્સની ચેનલ એબીએસ – બીસીએનનાં રિપોર્ટ અનુસાર એક કાર્યક્રમ દરમિયાન દુતર્તેએ કહ્યું કે, આ શ્વેત લોકો, આ અમેરિકનોની સાથે સમસ્યા છે કે દર પાંચમાંથી બે અમેરિકનો ગાંડા હોય છે.

પાંચ અમેરિકનોમાંથી માત્ર બેના જ મગજ સારા હોય છે. અમેરિકનોએ પોતાનુ મોઢુ બંધ રાખવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે દુતર્તો અને અમેરિકા વચ્ચેના સંબંધો વણસેલા છે. અમેરિકાએ ફિલીપીન્સને અપાતા એક સહાયતા પેકેજને પણ અટકાવી દીધું છે. તેની પાછળનું કારણ દુતર્તે દ્વારા ફિલીપીન્સમાં ડ્રગ્સની વિરુદ્ધ ચલાવાઇ રહેલ અભિયાન છે જેના કારણે અત્યાર સુધીમાં 6 હજારથી વધારે લોકોનાં મોત થયા છે.

અમેરિકાનાં આ પગલાની પ્રતિક્રીયામાં દુતર્તેએ અમેરિકાની સાથે તે સમજુતીઓ રદ્દ કરવાની પણ ધમકી આપી છે. જો અમેરિકી સુરક્ષા દળોને ફિલીપીન્સ આવવાની પરવાનગી આપે છે.

દુતર્તે અગાઉ પણ અમેરિકા અને અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અંગે કેટલીક વાર વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. તેમણે ઓબામાને તો વેશ્યાનો પુત્ર પણ કહી ચુક્યા હતા. ઉપરાંત એકવાર તેમણે અમેરિકા દ્વારા ફિલીપીન્સને હથિયાર નહી વેચવાનાં મુદ્દે ઓબામાને ભાડમાં જવાની વાત કરી હતી.

You might also like