લાઠી પાસે ટ્રક અને છકડા વચ્ચે અકસ્માતમાં 12 લોકોનાં મોત

લાઠીઃ લાઠી પાસે ચાવંડ રોડ પર ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા 12 લોકોના મોત થયા છે. અમરેલી અને જામબરવાળા ગામના દેવીપુજક પરિવારના બાર લોકોના આ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત છે.  અકસ્માત એટલો ભયાનક હતો કે  કે રિક્ષા 50 મીટર સુધી ટ્રક સાથે ઢસડાઇ હતી અને મૃતદેહો આમથી તેમ વિખરાઇ ગયા હતા. મૃતકોમાં ચાર બાળકો અને ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે.

અકસ્માતને કારણે અમરેલી પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી અને જામબરવાળામા રહેતા દેવીપુજક પરિવારો છકડો રિક્ષામાં બેસી જામબરવાળા જઇ રહ્યાં હતાં. ત્યારે સામેથી આવી રહેલ ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં દસ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.  જયારે ત્રણને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં વધુ બેના મોત થયા હતા. આમ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા.

You might also like