દક્ષિણી ચીન સાગરને લઇને વધ્યો તણાવ, ચીને તૈનાત કર્યા રોકેટ લોન્ચર

બીજિંગ: ચીન તરફથી વિવાદીત દક્ષિણ ચીન સાગરમાં રોકેટ લોન્ચર તૈનાત કર્યા આવ્યા હોવાથી તણાવ વધી ગયો છે. ચીનના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર વિયતનામના નૌસેનાના ઠેકાણા નજીક રોકેટ લોન્ચર તૈનાત કરી દેવામાં આવ્યા છે. ચીનની દલીલ છે કે દક્ષિણ ચીન સાગર દ્વીપમાં સૈન્ય નિર્માણ પોતાની સુરક્ષા સુધી જ સીમિત રહેશે. ચીનનું કહેવું છે કે આ દ્વીપ એના ક્ષેત્રમાં આવે છે અને અહીંયા જે ઇચ્છે એ કરી શકે છે.

નોરીનકો CS/AR-1 55MM રોકેટ લોન્ચર ડિફેન્સ સિસ્ટમને સ્પ્રાટલ દ્વિપ સમૂહના ફિયરી ક્રોસ રીફ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ દ્વીપ પર ચીન પોતાના હક જતાવે છે, જ્યારે ફિલીપીન્સ, વિયતનામ અને તાઇવાન એનો વિરોધ કરે છે. એનું કહેવું છે કે આ દ્વીપ સમૂહ એમના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

અમેરિકા ચીન તરફથી વિવાદીત દક્ષિણ ચીન સાગરમાં કરવામાં આવી રહેલા સૈન્ય નિર્માણ કાર્ય અને સૈન્ય ગતિવિધિઓની ટીકા કરી હતી. સાથે આ ક્ષેત્રમાં નિયમિક રૂપથી સ્નતંત્ર નૌપરિવહન માટે હવાઇ અને દરિયાઇ માર્ગથી પેટ્રોલિંગ કરવાનું દબાણ કર્યું છે. તાજેતરમાં જ અમેરિકા તરફથી દક્ષિણ ચીન સાગરની નજીક જહાંજ અને વિમાન મોકલવામાં આવ્યા હતા, જેની પર ચીને મોટી પ્રતિક્રિયા આપી હતી.

ચીને અમેરિકાને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો અમેરિકાએ એમના ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો તો એ એને પાઠ ભણાવશે. ચીનનું આ રોકેટ લોન્ચર દુશ્મનના આક્રમણને ઓળખ કરવામાં સક્ષમ છે. જો કે આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું નથી કે રોકેટ લોન્ચર ક્યારે તૈનાત કરવામાં આવ્યા.

http://sambhaavnews.com/

You might also like