મથુરા: જવાહર બાગથી મળ્યું અમેરિકામાં બનાવેલું રોકેટ લોન્ચર

મથુરા: મથુરાના જવાહર બાગમાં થયેલી હિંસા પછી પોલીસે સર્ચ ઓપરેશન સતત ચાલુ રાખ્યું છે. પોલીસને તે સ્થળ પરથી રોકેટ લોન્ચર મળ્યુ છે. આ સબધએ પોલીસે કેસ દાખલ પણ કર્યો છે. અતિક્રમણ કબ્જો કરનારા લોકો પાસેથી થયેલી આ પોલીસ અથડામણમા 29 લોકો મૃત્યુ પામ્યા છે. તપાસ કરતા પોલીસને અહીંયાથી ભારે માત્રામાં હથિયાર મળ્યા છે.

મેડ ઇન યુએસ લખેલું આ લોન્ચર પર jeffersonoh1044047 નંબર પર લખેલો છે. આ લોન્ચરના જપ્ત થયા પછી બી.ડી.એસ. ટીમના પ્રભારી રામપાલ સિંહએ અપરાધ સંખ્યા 297/16 પર વિસ્ફોટક અઝિનિયમની ધારા હેઠળ 3/5 અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ પહેલા મંળવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે આ પ્રક્રરણની ન્યાયિક તપાસ કરાવવાનો આદેશ આપી દીધો છે. મુખ્યમંત્રીના આદેશના ક્રમમાં રાજ્ય સરકારએ ઇલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયના સેવા નિવૃત ન્યાયધીશ મિર્જા ઇમ્તિયાજ મુર્તજાની અધ્યક્ષતામાં એક સભ્ય તપાસ કમિશન સુયોજિત કરી દેવામાં આવી છે. અયોગનું મુખ્યમથક લખનઉમાં હશે અે તેમને બે મહિનામાં તપાસ પૂરી કરીને શાસનને અહેવાલ સુપરત આપવાનો છે.

ત્યારે મથુરા હિંસાના માસ્ટરમાઇન્ડ રામવૃક્ષ યાદવને લઇને દરરોજ નવા નવા ખુલાશા થાય છે. સૂત્રોનું માનીએ તો જો બે મહિના સુધી રામવૃક્ષ વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નહી તો તેની સંસ્થાને જવાહરબાગની 280 એકર જમીન મામૂલી કિંમતમાં 99 વર્ષ માટે ભાડા પર મળવાની હતી.

You might also like