અફઘાનિસ્તાનના સંસદ ભવન પર રોકેટ વડે હુમલો, PM મોદીએ કર્યું હતું ઉદઘાટન

અફઘાનિસ્તાનઃ અફઘાનિસ્તાનના નવા સંસદ ભવન પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તામાં વસતા ભારતના રાજદૂત મનપ્રીત વોહરાએ જણાવ્યું છે કે આ હુમલામાં કોઇ ભારતીયોની જાન હાની થઇ નથી. હુમલા વખતે સાંસદો સંસદભવનમાં હાજર હતા.સંસદને નિશાન બનાવીને ચાર રોકેટ છોડવામાં આવ્યા હતા. પરંતુ રોકેટ સંસદ ભવનથી દૂર પડ્યા હતા.

જ્યારે સુરક્ષા અધિકારીઓ બિલ્ડીંગમાં પ્રવેશ કરી રહ્યાં હતા ત્યારે સંસદ ભવન પર હુમલો થયો હતો. સુરક્ષા અધિકારી સાંસદોની સિક્યોરિટીને લઇને બ્રીફ કરવાના હતા. હાલમાં આ હુમલામાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. હુમલામાં સંસદ ભવનને કોઇ નુકસાન થયું નથી.

અફઘાનિસ્તાનનું નવું સંસદ ભવન ભારતના સહયોગથી બનાવવામાં આવ્યું હતું. ગત વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અફઘાનિસ્તાન પ્રવાસ દરમિયાન આ નવા સંસદ ભવનનું ઉદઘાટન કર્યું હતું.

You might also like