જે પથ્થરથી 30 વર્ષ દરવાજાે બંધ કર્યો તે નીકળ્યો ઉલ્કાપિંડ, કિંમત હતી અધધ.. રૂ. 74 લાખ

વોશિંગ્ટન: અમેરિકાના મિશિગનમાં રહેતી એક વ્યકિત ૩૦ વર્ષ સુધી ૧૦ કિલોના એક પથ્થરના ટુકડાને અડાડીને દરવાજાે બંધ કરતી રહી. આ પથ્થરની ઓળખ હવે ઉલ્કાપિંડ તરીકે થઇ છે અને તેની કિંમત લગભગ ૭૪ લાખ રૂપિયા આંકવામાં આવી છે.

વ્યકિતને એ વાતની જાણકારી ન હતી. તેને આ ઉલ્કાપિંંડ એ સમયે ભેટ તરીકે મળ્યો હતો જ્યારે ૧૯૮૮માં તેણે પોતાની સંપત્તિ વેચી હતી. ઉલ્કાપિંડના જૂના માલિકે જણાવ્યું કે તેને આ ઉલ્કાપિંડ ૧૯૩૦ના દાયકામાં એક રાત્રે મળ્યો હતો. જ્યારે તેણે ખાડો ખોદીને તે ઉલ્કાપિંડ કાઢ્યો તો તે ગરમ હતો.

નવા માલિકના જણાવ્યા મુજબ તેને આ પથ્થર ઠીકઠાક આકારનો લાગ્યો અને તેનો ઉપયોગ તેણે દરવાજો બંધ કરવા માટે કર્યો. તાજેતરમાં તેની કિંમત કઢાવવાનું વિચાર્યું. પથ્થરની સચ્ચાઇથી અજાણ વ્યકિત તેને મિશિગન યુનિવ‌િર્સટી લઇ ગઇ. ત્યાં જિયોલોજીની પ્રોફેસર મોના‌િલસા ૧૦ કિલોના પથ્થરને જોતાં ચોંકી ગઇ. પહેલી નજરમાં તેને આ પથ્થર ધરતીનો ન લાગ્યો. તેણે આ પથ્થરનો એકસ-રે ફલોરેસેન્સથી પરીક્ષણ કરાવવાનું નક્કી કર્યું.

મોના‌િલસાના પરીક્ષણમાં જાણવા મળ્યું કે આ પથ્થરમાં ૮૮ ટકા લોખંડ અને ૧ર ટકા નીકલ છે, તેમાં કેટલીક માત્રામાં ભારે ધાતુ ઇરિડિયમ, ગેલિયમ અને થોડું સોનું પણ મળી આવ્યું. મોના‌િલસાએ પથ્થરના અંશને વોશિંગ્ટનની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોકલ્યો. ત્યાં તે ઉલ્કાપિંડ હોવાની પુષ્ટિ થઇ.

You might also like