પિતાના વાર પર જયંત સિંહાએ MODI સરકારનો કર્યો બચાવ

અટલ બિહાર વાજપેયીજીની સરકારમાં નાણાંમંત્રી રહેલા ભાજપના દિગ્ગજ નેતા યશવંતિ સિંહાએ હાલની કેન્દ્રની સરકાર પર આર્થિક વ્યવસ્થાને લઇને આકરા પ્રહાર કર્યાં હતા. જેના કારણે કેન્દ્ર સરકાર એક સમયે બેકફૂટ પર જોવા મળી હતી. પરંતુ હવે યશવંતસિંહાને જવાબ દેવા સરકાર તરફતી બીજું કોઇ નહી પરંતુ તેમના દિકરા જયંત સિંહા મેદાનમાં આવી ગયા છે. જયંત સિહાએ કહ્યું અમે એક નવી મજબૂત આર્થિક વ્યવસ્થા બનાવી રહ્યાં છે જે લાંબા સમયે ન્યૂ ઇન્ડિયા માટે ફાયદાકારક રહેશે.

જયંત સિંહાએ કહ્યું કે એક અથવા બે ક્વાર્ટરના પરિણામને ન જોતાં અમે સંરચનાત્મક સુધારા તરફ ધ્યાન આપી રહ્યાં છીએ જે લાંબા ગાળે દેશ માટે ફાયદાકારક રહેશે. જયંતિ સિંહાએ જણાવ્યું કે સરકાર જે બદલાવ કરી રહી છે તે ન્યૂ ઇન્ડિયાની જરૂરિયાત છે. સરકાર નવી જે ઇકોનોમી પર કાર્ય કરી રહી છે તે વધુ પારદર્શિકતાવાળી હશે જેમાં લાખો લોકોને રોજગારી મળશે.

You might also like