દિલ્હીની આ હોસ્પિટલમાં રોબોટ કરશે દર્દીઓનું ઓપરેશન

દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં જલ્દીથી ખાસ પ્રકારના ઓપરેશન ડોક્ટરોની જગ્યાએ રોબોટ કરતાં જોવા મળશે, એવી માહિતી મળી રહી છે. હોસ્પિટલ સર્જરી કરવા માટે 18 કરોડના ખર્ચે એક રોબોટની ખરીદી કરવા જઇ રહ્યું છે. હોસ્પિટલનું એવું કહેવું છે કે આ રોબોટથી સર્જરીની સુવિધા ગરીબ દર્દીઓને મફત આપવામાં આવશે. જો કે પ્રાઇવેટ વોર્ડ લેનાર દર્દીઓએ એના માટે નિશ્વિત ફી આપવી પડશે.

જો કે આ બાબતે હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે ખરીદદારીની ઔપચારિક્તાઓ લગભગ પૂરી થઇ ચૂકી છે અને 2 થી 3 મહિનાની અંદર હોસ્પિટલની અંદર સર્જરી માટે ઉપલબ્ધ કરવામાં આવશે. આ રોબોટથી કિડની ટ્રાન્સપ્લાન્ટ અને બીજી કેટલીક સર્જરીઓ કરવામાં આવશે. ડોક્ટરએ જણાવ્યું છે કે હોસ્પિટલોમાં કિડની અને પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે 4 5 લાખ રૂપિયા ખર્ચ કરવો પડે છે જ્યારે આ રોબોટથી ખૂબ ઓછા ખર્ચમાં સર્જરી થશે.

http://sambhaavnews.com/

You might also like