રેસ્ટોરાંમાં રોબો વેઇટર્સે લોકોમાં જમાવ્યું આકર્ષણ…

નેપાળની રાજધાની કાઠમંડુમાં નવી ખૂલેલી રેસ્ટોરાંએ સ્થાનિક લોકોમાં જબરું આકર્ષણ જમાવ્યું છે. નાઉલો નામની આ રેસ્ટોરામાં પાંચ રોબો વેઇટર્સ તહેનાત કરાયા છે. આ રેસ્ટોરાંની ટેગલાઇન છે- વેર ફૂડ મીટસ ટેકનોલોજી. નાઉલોનો મતલબ થાય નવું નવેલું.

નેપાળમાં જ નહીં, સાઉથ એશિયામાં પહેલવહેલી વાર આવી ડિજિટલાઇઝડ રેસ્ટોરાં બની હોવાથી ખાસ આ નામ પસંદ કરાયું છે. રેસ્ટોરામાં ત્રણ રોબોનું નામ જિન્જર છે અને બેનું નામ ફેરી છે. નેપાળી કંપનીએ જ આ રોબો તૈયાર કર્યા છે. આ રેસ્ટોરાંમાં તમે પ્રવેશો એટલે કોઇ માણસ તમને સર્વ કરવા નહીં આવે.

તમારા ટેબલ પર જ એક ડિજિટલ સ્ક્રીન લગાવેલી છે. જેમાં મેનુુ ફિડ કરેલું છે. જેમ તમે મોબાઇલથી ઓનલાઇન ઓર્ડર પ્લેસ કરતા હો એમ આ સ્ક્રીન પર તમારો ઓર્ડર આપી દેવાનો. જેવું તમારું ભોજન તૈયાર થાય એટલે રોબો રેસ્ટોરાંના કિચનમાંથી એ કલેકટ કરી તમારા ટેબલ પર લાવીને સર્વ કરશે.

You might also like