શેક્સપિયર જેવી કવિતાઓ લખશે રોબોટ

ટોરોન્ટોઃ કવિતા વાંચવાના શોખીનોને ખૂબ જ જલદી રોબોટ દ્વારા લખેલી કવિતા વાંચવાનો મોકો મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વૈજ્ઞાનિકોએ એવી રીત વિકસાવી છે, જેના દ્વારા મનુષ્યોની જેમ કવિતા લખી શકાશે.

શોધકોનું કહેવું છે કે અમારી કોશિશ રોબોટ પાસે શેક્સપિયર જેવી કવિતા લખાવાની છે, પરંતુ તેમાં થોડો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટી અને કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સના સંશોધકોએ અલ્ગોરિધમ તૈયાર કર્યું છે, જેનાથી માત્રા અને લય અનુસાર કવિતા લખી શકાય.

ઘણી વાર તો માત્રા અને લય એટલા સ્પષ્ટ રહ્યા કે કમ્પ્યૂટરની કવિતાને શેક્સપિયર કરતા પણ સારી જણાવાઇ. જે લોકોએ આ કવિતા વાંચી તેમાંથી ૫૦ ટકા લોકો નક્કી ન કરી શક્યા કે આ કવિતા મશીને લખી છે.

સંશોધકોનું કહેવું છે કે હજુ આ દિશામાં વધુ પ્રયાસ કરાશે. કવિતા લેખન માટે સંશોધકોએ એક ન્યૂરલ નેટવર્કને ૨૭૦૦ કવિતાઓ દ્વારા પ્રશિક્ષિત કરી. કમ્પ્યૂટરને ભાષા, માત્રા અને લય મુજબ ટ્રેઇન કરાયું. સાથેસાથે યોગ્ય શબ્દની પસંદગી થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. ત્યાર બાદ કમ્પ્યૂટરે ચાર લાઇનની કવિતા લખી.

You might also like