જાપાનના 400 વર્ષ જૂના મંદિરમાં રોબોટ ઉપદેશ આપશે,

(એજન્સી) નવી દિલ્હી: જાપાનના એક ૪૦૦ વર્ષ જૂના બૌદ્ધ મંદિરમાં યુવાનોને આકર્ષવા માટે એક રોબોટની મદદ લેવાઇ રહી છે. સાત લાખ પાઉન્ડ (લગભગ રૂ.૬.પ કરોડ)ની કિંમતના રોબોટનું નામ કેનન છે. તેનું કામ મંદિરમાં આવનારા શ્રદ્ધાળુઓને બૌદ્ધ ધર્મ અંગે જાણકારી અને ઉપદેશ આપવાનું છે.

ક્યોટોના કોડાઇજી મંદિરમાં આ રોબોટને રાખવામાં આવ્યો છે. આ મંદિર ૧૬૧૯માં બન્યું હતું. આ રોબોટનાં માથું-ખભા અને હાથ સિલિકોનમાંથી બનેલી ‌િસ્કનથી કવર કરાયાં છે. તેની લંબાઇ ૧.૯પ મીટર અને વજન પ૯ કિલો છે. આ રોબોટની ડાબી આંખમાં એક વીડિયો કેમેરા લગાવાયો છે, જેથી તે લોકો સાથે આઇ કોન્ટેક બનાવી શકે છે.

આ રોબોટ જાપાની ભાષામાં ઉપદેશ આપે છે, પરંતુ તેને અંગ્રેજી કે ચીની ભાષામાં ટ્રાન્સલેટ કરી શકાય છે. યુવાનોને બૌદ્ધ ધર્મની જાણકારી આપવા માટે મંદિરના પૂજારીઓએ ઓસાકા યુનિવ‌િર્સટીમાં ઈન્ટેલિજન્ટ રોબોટિક્સના પ્રોફેસરનો સંપર્ક કર્યો. તેમણે આ રોબોટ તૈયાર કર્યો છે.

You might also like