OMG! જાપાનની સ્કૂલોમાં અંગ્રેજી શીખવશે રોબોટ…

ટોકિયો: જાપાનની સ્કૂલમાં અંગ્રેજી શીખવવા માટે રોબોટ તહેનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ રોબોટ બાળકોને અંગ્રેજીમાં વાત કરવાનું શીખવશેે. ચીનમાં વિશ્વ રોબોટ સંમેલનમાં રોબોટ ડોકટર, શિક્ષક અને સૈનિકોનું પ્રદર્શન કરવામાં આવ્યું.

ચીનના આ રોબોટસને ભવિષ્યનાં મશીન કહેવાય છે. જાપાનના એક ન્યૂઝપેપરના જણાવ્યા મુજબ શિક્ષણ મંત્રાલય એપ્રિલ-ર૦૧૯માં દેશની પ૦૦ સ્કૂલમાં પાઇલટ પ્રોજેકટ હેઠળ રોબોટ લગાવશે. બાળકોને અંગ્રેજી શીખવવા માટે એપ અને ઓનલાઇન કન્વર્સેશનનું સેશન પણ લગાવાશે. જાપાનની સ્કૂલો પર બાળકોને અંગ્રેેજી શીખવવાનું દબાણ છે, પરં્તુ દરેક સ્કૂલ વધતા ખર્ચને કારણે અંગ્રેજીનો શિક્ષક રાખી શકતી નથી.

આવા સંજોગોમાં સરકારનું માનવું છે કે આ કામ રોબોટ સાથે કરાવવાનું સસ્તું પડશે. જાપાનનાં બાળકો અંગ્રેજી લખવામાં કમજોર હોય છે. સરકારે આદેશ કર્યા છે કે બે વર્ષમાં બાળકોને અંગ્રેજી બોલવા અને લખવામાં માહિર બનાવાય.

ચીનમાં દરેક કામ કરે છે રોબોટ
ચીનમાં ફેકટરીથી લઇને રેસ્ટોરાં, બેન્ક અને પાર્સલ પહોંચાડવાનું કામ પણ રોબોટ કરી રહ્યા છે. એક એવો રોબોટ બનાવાયો છે જે ૧પ૦ બીમારીઓ વિશે જાણીને તેનો ઇલાજ કરી શકે છે. રોબોટે ચીનની નેશનલ મેડિકલ કવોલિફિકેશન એકઝામ પણ પાસ કરી લીધી છે.

રોબોટ ઓપરેશન દરમિયાન ડોકટરને મદદ કરે છે. તે દર્દીઓની બીમારીને લઇને સવાલ કરે છે અને એકસ રે રિપોર્ટનું પણ વિશ્લેષણ કરે છે. ચીનની હોસ્પિટલોમાં માર્ચ મહિનાથી રોબોટ લગાવાયા હતા જે અત્યાર સુધી ૪,૦૦૦ દર્દીઓનો ઇલાજ કરી ચૂકયા છે.

ચીનમાં રોબોટ રિવોલ્યુશન
ર૦૧૪માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રોબોટ રિવોલ્યુશનની વાત કરી હતી. ત્યાર બાદ ચીન સરકારે મેઇડ ઇન ચાઇના ર૦રપનો નારો આપ્યો હતો. ર૦ર૦ સુધી ચીની કંપનીઓનો પ૦ ટકા ઇન્ડસ્ટ્રિયલ રોબોટ વેચવાનો પ્લાન છે. હાલમાં કંપનીઓમાં ર૭ ટકા રોબોટ છે. ર૦રપ સુધી આ સંખ્યા ૭૦ ટકા સુધી લઇ જવાની યોજના છે.

divyesh

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

2 days ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

2 days ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

2 days ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

2 days ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

2 days ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

2 days ago