હવે જલદી જ કર્મચારીઓની નિયુક્તિ અને છટણી કરશે રોબોટ

જલદી જ સંભવ છે કે તમે કોઈ કંપનીમાં ઇન્ટર્વ્યૂ આપવા જાઓ અને ત્યાં તમારુ ઇન્ટર્વ્યૂ એક રોબોટ લે. તે તમને સવાલ પૂછે અને તમને નોકરી આપવા ચાહે અથવા ન આપવાનું પણ નક્કી કરે. અમેરિકાની એક કંપની બ્રિજવોટર એસોસિએટ્સે એન્જિનીયર રોબોટ માટે એક ખાસ એલ્ગોરિધમ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (એઆઈ) સિસ્ટમ તૈયાર કરી છે. એમાં કંપનીમાં કર્મચારીઓના કામની દેખરેખ કરવા રોબોટ સક્ષમ હશે.

સાથે જ, કામ કરવાની ક્ષમતાને આધારે રિપોર્ટ તૈયાર કરશે કે કયો કર્મચારી સારું કામ કરી રહ્યો છે અને કયો નહિ. જરૂર પડ્યે કંપની માટે ઉપયોગી વ્યક્તિની નિયુક્તિ કરશે અને બિનજરૂરી લોકોની છટણી પણ કરશે. કંપની બ્રિજવોટરના અધ્યક્ષ રે ડાયલિયો ચાહે છે કે તેમની કંપનીમાં મોટા ભાગના નિર્ણયો કંમ્પ્યુટરની મદદથી લેવાય.

કંપનીએ આ રોબોટની તૈયારી બે વર્ષ પહેલા શરૂ કરી હતી. 2015ની શરૂઆતમાં સિસ્ટમાઇઝ્ડ ઇન્ટેલિન્સ લેબમાં એન્જિનિયરોની એક ટૂકડી સતત કામ કરી રહી છે. આના હેઠળ ડોટ્સ અને કોન્ટ્રેક્ટ નામના બે એઆઈ પ્રોગ્રામ તૈયાર કરાઈ રહ્યા છે. ડોટ્સની મદદથી રોબોટ કર્મચારીની ક્ષમતા અને કમજોરી જાણી શકશે. સાથે જ કોન્ટ્રેક્ટ તમામ કર્મચારી માટે એક હેતુ નક્કી કરશે અને જાણ કરશે કે તેણે સમયમાં કાર્ય પૂર્ણ કર્યું કે નહિ. શોધમાં શામેલ એક સંશોધક ડેવિન ફિડલરે કહ્યું, આ શોધ વેપારમાં લાગણીઓને સામે આવવાથી રોકશે.

You might also like