પેટમાં જઇને બિમારી ઠીક કરશે આ રોબોટ કેપ્સૂલ

ન્યૂયોર્ક: હવે જલ્દીથી રોબોટ પેટની બિમારીઓને ઠીક કરશે અથવા ભૂલથી ગળી ગયેલી વસ્તુઓને શરીરની બહાર કાઢવામાં મદદરૂપ કરશે. ભલે આ વાત તમને અટપટી લાગે પરંતુ સંશોધનકર્તાઓનું માનીએ તો આ જલ્દી હકીકત થવાનું છે. સંશોધનકર્તાઓએ માણસનું કૃત્રિમ પેટ અને અન્નનળી પર આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ રોબોટ જેને કેપ્સૂલની અંદર નાંખવામાં આવશે, શરીરની બહાર યુંબકીય બળથી ચાલશે.

આ શોધને સ્ટોકહોમ, સ્વીડનમાં રોબોટિક્સ અને ઓટોમેશન પર આયોજિત થનાર આંતરરાષ્ટ્રીય સંમેલનમાં રજૂ કરવામાં આવશે. જો કે ગત વર્ષે પણ આ સંમેલન દરમિયાન આવી રીતના રોબોટ ઉપર એક શોધ કરવામાં આવી હતી. પરંતુ, આ વખતના રોબોટની શારીરિક ડિઝાઇન આલગ હશે.

નવું રોબોટ બાયોકમ્પેટિબલ મટીરિયલનું બનેલું હશે જે શરીરના જીવીત ઉત્તકોને નુકસાન પહોંચાડશે નહીં. રોબોટને સંકોચીને કેપ્સૂલની અંદર નાંખવામાં આવશે. કેપ્સૂલ ઓગળી ગયા પછી ભારે બળ લાગવાથી રોબોટ તેના આકારમાં આવી જશે અને કામ કરવાનું શરૂ કરી દેશે. રોબોટને ભારે બળ આપવા માટે તેની અંદર એક ચુંબક લાગેલું હશે જે શરીરની બહાર બદલતા ચુંબકીય ક્ષેત્રમાં હિસાબથી પ્રતિક્રિયા વ્યક્ત કરશે. શોધકર્તાઓએ જે પ્રયોગ કર્યો હતો તેમાં રોબોટે આ મેગનેટનો ઉપયોગ પેટની અંદર ઓગળી ગયેલી બટન બેટરીને ઉઠાવવા માટે કર્યો હતો.

You might also like