કટિયારની પ્રિયંકા ગાંધી પર કરાયેલી ટિપ્પણી પણ રોબર્ટ વાડ્રાનો વાર

ભાજપના સાંસદ વિનય કટિયાર દ્વારા કોંગ્રેસી નેતા અને સોનિયા ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધી પર અપમાનજનક નિવેદન પર નારાજગી દર્શાવતા પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે આપણા કેટલાક નેતાઓની વિચારસરણી કેટલી શરમજનક છે એ બહાર આવે છે. કટિયારે બુધવાર સવારે કહ્યું હતું કે પ્રિયંકાથી પણ સુંદર સ્ટાર પ્રચારક તેઓ પાસે છે.

વાડ્રાએ વળતા પ્રહારમાં કહ્યું કે આપણે મહિલાઓનું સમ્માન કરવું જોઈએ. મહિલાઓને વસ્તુ સમજવાની જગ્યાએ તેઓને સમાન ધોરણે જોવા જોઈએ. એક સમાજની રીતે આપણે પરિવર્તન આવવું જોઈએ. વિનય કટિયારે પોતાના નિવેદનમાં સાર્વજનિક માફી માંગવી જોઈએ.

જોકે, કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે કટિયારના નિવેદન પર હંસવા લાગ્યા. કટિયારની ટીપ્પણી પર પ્રતિક્રિયા આપતા પ્રિયંકા ગાંધી વાડ્રાની ઓફિસેથી નિવેદન આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના દ્રષ્ટિકોણને આંગળી ચિંન્ધી હતી.

You might also like