વાડ્રાનો કેજરીવાલ પર ટવિટર બોમ્બ, કહ્યું ટીકા કરવાનું બંધ કરો

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાએ ગુરૂવારે સવારે ટવિટર પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. રોબર્ટ વાડ્રાએ ટવિટર પર લખ્યું છે કે લાગે છે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ડિક્શનરીમાં રોબર્ટ વાડ્રા સૌથી વધારે પસંદગીનો શબ્દ છે. તેમનું એ કહેવું છે કે રોબર્ટ વાડ્રા તેમને જીવતા ખાઇ જશે. તેમના તે જનૂનને દર્શાવે છે.

વાડ્રાએ લખ્યું છે કે, હું દિલ્હીના મુખ્યમંત્રીને અપીલ કરવા માંગુ છું કે તેઓ આ મુદ્દે મારી સાથે સીધી વાત કરે. મારી સામે તેમને જે પણ ફરિયાદ છે તેની પર લોકોને ગેરમાર્ગે દોરવાની જગ્યાએ મારી સાથે વાત કરી શકે છે. છતાં પણ આ રીતના પ્રયાસો માટે દિલ્હીના સીએમને મારા તરફથી શુભેચ્છા.

ઉલ્લેખનીય છે કે હાલમાં આવકવેરા વિભાગે દિલ્હીમાં 100 વિઘાથી પણ વધારે જમીન અને કેટલીક કંપનીઓના શેરને જપ્ત કર્યા છે. તેમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનનું નામ પણ શામેલ છે. આ બાબતે અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે પીએમ માત્ર સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી શકે છે. જો તે રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ કોઇ એક્શન લે તો હું વિશ્વાસ કરીશ કે પીએમની પાસે 56 ઇંચની છાતી છે. કેજરીવાલે કહ્યું વાડ્રા તેમને જીવતા ખાઇ શકે છે. પીએમ દિલ્હીમાં હારનો બદલો લઇ શકે છે. તેઓ અમને કામ કરતા રોકી રહ્યાં છે. પરંતુ અમે અવરોધો સામે પણ ઘણા કામ કર્યા છે.

http://sambhaavnews.com/

You might also like