જમીન સોદામાં વાડરાએ ગેરકાયદે રૂપિયા ૫૦.૫૦ કરોડનો નફો મેળવ્યો

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરાએ વર્ષ ૨૦૦૮માં હરિયાણામાં એક લેન્ડ ડીલથી ગેરકાયદે ૫૦.૫૦ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. જ્યારે એક લેન્ડ ડીલમાં તેનો એક પણ રૂપિયો ખર્ચાયો નથી. એવું જણાવવામાં અાવી રહ્યું છે કે જસ્ટિસ એસ. એન. ધીંગરા કમિશન અા પરિણામ પર પહોંચ્યું છે.

કમિશનના રિપોર્ટની જાણકારી રાખનારા લોકોઅે અા અંગેની માહિતી અાપી છે. વાડરાની કંપનીને ફાયદો પહોંચાડવા માટે સાઠગાંઠ કરાઈ હતી. અાયોગે વાડરા અને તેની કંપની તરફથી ખરીદાયેલી પ્રોપર્ટીની તપાસ કરવાનું કહ્યું છે. વાડરા અને સ્કાયલાઈટ હોસ્પિટલના વકીલ સુમન ખેતાને કહ્યું કે વાડરા અને સ્કાયલાઈટે કોઈ ખોટી વસ્તુ કરી નથી અને કાયદાનું ઉલ્લંઘન પણ કર્યું નથી. તેમણે એમ પણ જણાવ્યું કે પૈસા ચૂકવીને જમીન ખરીદાઈ છે. ઇન્કમટેક્સનું પેમેન્ટ પણ કરાયું છે.

ધીંગરા કમિશનની રચના ૨૦૧૫માં હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે કરી હતી. અાયોગને ગુડગાંવના ચાર ગામના લેન્ડ યુઝ બદલવા માટે લાઈસન્સ અાપવાની તપાસની જવાબદારી સોંપાઈ હતી તેમાં વાડરાની કંપની સ્કાયલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડને અપાયેલા લાઈસન્સની તપાસ પણ સામેલ હતી. અાયોગે પોતાનો રિપોર્ટ ગયા વર્ષે ૩૧ અોગસ્ટે અાપ્યો હતો. પ્રદેશ સરકારે અા રિપોર્ટ સુપ્રીમ કોર્ટ પાસે ‌સીલ કવરમાં ગયા અઠવાડિયે મોકલ્યો હતો.

જ‌િસ્ટસ અે. કે. ગોયલ અને યુ. યુ. લલિતની બેન્ચે લેન્ડ ડીલ સાથે જોડાયેલી એક અરજી અંગે રિપોર્ટ માગ્યો હતો. હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાઅે ધીંગરા કમિશનને કમિશન બનાવ્યાને પડકાર ફેંક્યો હતો. અા અરજી પેન્ડિંગ છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારનું અા અાશ્વાસન રેકોર્ડ કર્યું છે કે રિપોર્ટ પ્રકાશિત નહીં કરવામાં અાવે.

ઘટનાની જાણકારી અાપનારા લોકોઅે જણાવ્યું કે હરિયાણા સરકારના અેક અધિકારીઅે અાયોગ સામે જુબાની અાપી હતી. તેમણેે સ્કાયલાઈટની રિયલ અેસ્ટેટ સંબંધિત ક્ષમતાઅો પર સવાલોના સંદર્ભમાં નિવેદન અાપ્યું હતું. અધિકારીઅોઅે જણાવ્યું હતું કે સોનિયા ગાંધીના જમાઈ હોવાના અને ખુદ એક વીઅાઈપી હોવાના કારણે વાડરા પાસે કોલોની બનાવવાની ક્ષમતા છે.

ધીંગરા કમિશનના રિપોર્ટની જાણકારી રાખનારા લોકોઅે જણાવ્યું કે વાડરા અંગે અાયોગના પરિણામોનું કેન્દ્ર અોમકારેશ્વર પ્રોપર્ટીઝને સ્કાયલાઈટની વચ્ચે થયેલા ટ્રાન્જેક્શન તેમજ બાદમાં સ્કાયલાઈટ અને ડીએલએફની વચ્ચે થયેલી ડીલ છે. સૂત્રોઅે જણાવ્યું કે ધીંગરા રિપોર્ટમાં ૨૦થી વધુ પ્રોપર્ટીની જાણકારી અપાઈ છે, જે વાડરા અને તેની કંપનીઅે ખરીદી હતી, તેમાં એક ભૂખંડને સ્કાયલાઈટ હોસ્પિટા‌િલટી પ્રાઈવેટ લિમિટેડને અોમકારેશ્વર પ્રોપર્ટીઅે ખરીદ્યો હતો. અોમકારેશ્વરથી ખરીદાયેલી પ્રોપર્ટીને ફરી વખત લેન્ડ યુઝર્સ બદલાવ બાદ ક્યાંક વધુ કિંમત પર ડીએલએફના હાથે વેચી દેવામાં અાવી અને અા પ્રકારે ૫૦.૫૦ કરોડનો નફો મળ્યો.
http://sambhaavnews.com/

You might also like