રોબોટ માણસ પર હુમલો કરે એ સમય શરૂ?

દરેક કામ માટે માણસોના બદલે રોબોટને રિપ્લેસ કરવાની શરૂઅાત થઈ ચુકી છે. મશીનોમાં માણસ જેવું ડહાપણ ભરવાની અા પ્રક્રિયા જોખમી પણ છે. તાજેતરમાં ચીનમાં એક ટેક્નોલોજી ફેરમાં એક રોબોટે માણસ પર હુમલો કર્યો. હુમલાને કારણે સોશિયલ મીડિયામાં એ સવાલ ફરતો થયો છે કે શું હવે રોબોયુગ અાવી ગયો છે. શું રોબો હવે માણસો પર અાક્રમણ કરવા લાગશે. ટેક્નોલોજી ફેરમાં લીટલ ચબી નામના રોબોએ અચાનક જ ગ્લાસનું બૂથ તોડી નાખ્યું અને એક માણસને ઘાયલ કરી દીધો. ઈન્જર્ડ વ્યક્તિને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં લઈ જવાયો.
visit : www.sambhaavnews.com

You might also like