દાણીલીમડામાં વેપારીને ચપ્પાના ઘા મારી ચાર લાખની લૂંટ

અમદાવાદ: દાણીલીમડા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે એક વેપારીને ચપ્પાના ધા ઝીંકીને લૂંટી લેવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લુંટારુ શખ્સો વેપારી પાસેથી 100, 500 તથા 1000ના દરની ત્રણ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા અલ હબીબ નગરમાં રહેતા ખલીલ અહેમદ શેખ દાણીલીમડામાં મોબાઇલની દુકાન ધરાવે છે. ગઇ કાલે મોડી રાત્રે ખલીલ અહેમદ મકાન માટેને ચાર લાખ રૂપિયા રોકડ લઇને દાણીલીમડા સોનીના ખેતર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આસિફ ખાન ઉર્ફે ગાંડી પઠાણ અને આમીર અંસારીએ ખલીલને રોક્યો હતો અને તેની પાસેથી બેગ ઝુંટવવાની કોશિશ કરી હતી. ખલીલે બેગ નહીં આપતાં બન્ને સાથે મારા મારી કરી હતી. જેમાં આસિફ અને આમિરે ખાલિદને ચપ્પાના ધા ઝીંક્યા હતા.

પોતાનો જીવ બચાવવા માટે ઇજાગ્રસ્ત ખલીલ ઘટના સ્થળેથી ભાગી ગયો પરંતુ તેની બેગમાંથી ત્રણ લાખ રૂપિયા પડી ગયા હતા. બન્ને આરોપીઓએ ખલીલના ત્રણ લાખ રૂપિયા રોકડા અને એક સોનાની ચેઇન તથા મોબાઇલ ફોન મળીને સાડા ત્રણ લાખ રુપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારે ખલીલને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઇસનપુર પોલીસ ખલીલની ફરિયાદના આધારે લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જેમાં આરોપી આસિફ ખાન અને આમિર અંસારીને અટકાયત કરીને પૂછપરછ કરી છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ઝાલાએ જણાવ્યું છે કે મોડી રાત્રે આરોપીઓ ખલીલને રોકીને તેની પર હુમલો કરીને ત્રણ લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. બન્ને આરોપીઓ ગુનાખોરી સાથે સંકળાયેલા હોય તેવું સામે આવ્યું છે.
visit : www.sambhaavnews.com

You might also like