હાઇ વે પર તબીબ દંપતીને લૂંટી લઈ લૂંટારા પલાયન

અમદાવાદ: વડોદરા-દાહોદ રોડ પરથી કારમાં પસાર થઇ રહેલ એક તબીબ દંપતીને રોકી લૂંટારાઓએ માર મારી લૂંટી લેતાં પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો છે. દાહોદના વતની અને વડોદરામાં ક્લિનિક ચલાવતા અંકુરભાઇ દેસાઇ અને તેમનાં પત્ની વડોદરાથી કારમાં નીકળી રાતના દાહોદ તરફ જઇ રહ્યાં હતાં ત્યારે કારમાં પંચર પડતાં આ તબીબ ટાયર બદલાવી રહ્યા હતા.

અચાનક બાજુની ઝાડીમાં છુપાયેલા આઠ જેટલા લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટકયા હતા. હજુ આ દંપતી કંઇ પણ વિચારે તે પહેલાં જ લૂંટારાઓ તેમના પર તૂટી પડી લાકડી અને ગડદાપાટુનો મારી સોનાનાં ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ. સવા બે લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. પોલીસે લૂ્ંટારુઓને પકડી પાડવા નાકાબંધી કરી હતી, પરંતુ લૂંટારા હાથમાં આવ્યા
ન હતા.

You might also like