વાહનોને રોકી લૂંટ અને ધાડના ગુના આચરતી ગેંગ ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે નં. ૮ પરથી રાત્રી દરમિયાન પસાર થતાં વાહનોને રોકી લંૂટ અને ધાડના ગુના આચરતી ટોળકીને સ્ટેટ ટ્રાફિક પોલીસે ઝડપી લઇ સઘન પૂછપરછ શરૂ કરી છે. આ ટોળકીની ઊલટતપાસ દરમિયાન હાઇવેે રોબરીના એક ગુનાનાે ભેદ ઉકેલાવાની સંભાવના હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ-રાજકોટ હાઇવે નં. ૮ પર રાત્રી દરમિયાન વાહનચાલકોને રોકી લૂંટ અને ધાડના ગુના આચરવાના બનાવો વધતાં હાઇવે પરનાં પોલીસ સ્ટેશનોને આ પ્રકારના ગુના અટકાવવા અને ખાસ તકેદારી રાખવા જિલ્લા પોલીસવડાએ સૂચના આપી હતી.

દરમિયાનમાં રાજકોટ નજીક જામુંડા ગામના પા‌િટયા પાસે હથિયારધારી ટોળકી લૂંટ ચલાવવાની પેરવીમાં હોવાની બાતમી મળતાં પોલીસ ટીમે તાત્કાલિક પહોંચી જઇ જામનગર અને રાજકોટ ખાતે રહેતા અને આ પ્રકારના ગુના આચરતા સલીમ, મહેશ, યોગેશ, મહંમદ ઇકબાલ, હુસેન તથા બે સગીર વયના કિશોર સહિત કુલ સાત શખ્સોને હથિયાર સાથે ઝડપી લીધા હતા.

પકડાયેલી આ ટોળકીએ અમદાવાદ, રાજકોટ અને જામનગર હાઇવે પર લૂંટ ધાડના અનેક ગુના આચર્યા હોવાની કબૂૂલાત પણ કરી હતી. પોલીસે તમામના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like