જ્વેલર્સના બે સેલ્સમેને કટકે કટકે રૂપિયા ૩ લાખનું સોનું ચોરી લીધું

શહેરના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં ૩.૧પ લાખના સોનાના દાગીનાની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્વેલર્સની દુકાનમાં કામ કરતા બે સેલ્સમેન છેલ્લા એક વર્ષથી સોનાના નાના નાના દાગીનાની ચોરી કરતા હતા. થોડાક દિવસ પહેલાં ચેકિંગ દરમિયાન દાગીના ઓછા મળી આવતાં સમગ્ર મામલો સામે આવ્યો છે.

શાહીબાગ વિસ્તારમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા અને પ્રેમ દરવાજામાં જ્વેલર્સની દુકાન ધરાવતા રમેશભાઇ પ્રેમચંદભાઇ સોનીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. રમેશભાઇની જ્વેલર્સની દુકાનમાં ‌હિતેશ પારસમલ સોની (રહે. ઇ‌િન્ડયાબુલ્સ વસાહત, સરસપુર) અને મહેશ ગણેશમલ પ્રજાપતિ (રહે. નવાનું ડહેલું, પ્રેમદરવાજા, માધુપુરા) છેલ્લાં ચાર વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તા. ૩૦-૧૦-૧૭ના રોજ રમેશભાઇ તથા તેમનો પુત્ર રિન્કેશ સોના-ચાંદીના દાગીના ચેક કરતા હતા ત્યારે કેટલાક દાગીના ઓછા જોવા મળ્યા હતા.

તે દિવસે બન્ને સેલ્સમેન બપોરે જમવા માટે બહાર ગયા ત્યારે પિતા- પુત્રએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે ‌િહતેશ સોની કેટલીક સોનાની ચીજવસ્તુઓ તેના ‌ખિસ્સામાં મૂકી રહ્યો છે અને સીસીટીવી ફૂટેજમાં ચોરીની ઘટના કેદ ના થઇ જાય તે માટે મહેશ તેને કવર કરી રહ્યો હતો. સીસીટીવીમાં કર્મચારીઓની ચોરી કેદ થઇ જતાં તેમણે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં બન્ને શખ્સો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ કરી હતી. પોલીસે બન્ને સેલ્સમેનની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે. ફરિયાદી રમેશભાઇએ જણાવ્યું છે કે ‌હિતેશ અને મહેશ છેલ્લા એક વર્ષથી સોનાની નાની નાની ચીજવસ્તુઓની ચોરી કરતા હતા અને તેને બજારમાં વેચી મારતા હતા. બન્ને જણાએ છેલ્લા એક વર્ષમાં ૩.૧પ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી છે.

You might also like