Categories: Gujarat

PM મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેનો રોડ-શો, સાબરમતી આશ્રમની કરી મુલાકાત

અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે આજથી બે દિવસ અમદાવાદનાં મહેમાન બન્યાં છે. ત્યારે જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે ગુજરાતનાં બે દિવસનાં પ્રવાસ પર છે. પીએમ મોદી અને શિંઝો આબેની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. અત્યારે જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબે અને પીએમ મોદીએ એરપોર્ટથી રોડ શૉનું આયોજન કરેલ છે. પ્રથમ વખત બે દેશનાં પીએમનો રોડ-શો કરાયો.

પીએમ મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેનું અનેક લોકોએ અભિવાદન કર્યું. પીએમ મોદીનાં કાફલાએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. ગાંધીબાપુનાં ફોટાને સુતરનો હાર પહેરાવ્યો. શિંઝો આબેને PM મોદીએ ગાંધી આશ્રમ વિશે માહિતી આપી.

શિંઝો આબે અને PM મોદીએ સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ નિહાળ્યો. ગાંધી આશ્રમમાં ભજન અને ભક્તિ ગીતોનું ગુંજન થઇ રહ્યું હતું. ગાંધીજીની પ્રતિમાને PM મોદી અને જાપાનનાં આબે દંપતીએ પુષ્પાંજલી અર્પણ કરી. ગાંધી આશ્રમથી જાપાનનાં પીએમએ PM મોદી સાથે રિવરફ્રન્ટ નિહાળ્યો.

જાપાનનાં આબે દંપતીએ વિજીટર બુકમાં પોતાનાં અભિપ્રાય પણ લખ્યા. હવે ગાંધી આશ્રમથી જાપાનનાં PM વસ્ત્રાપુર ખાતે હોટેલ હયાત જવા રવાના થયા.

આ અગાઉ એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ ખાતે જાપાનનાં વડાપ્રધાન શિંઝો આબેનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદી સહિત અનેક બીજેપીનાં નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યાં. મુખ્ય સચિવ જે.એન.સિંહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં અને સાથે સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ.પી.કોહલી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ડે.સીએમ નીતિન પટેલ અને DGP ગીથા જોહરી સહિત નેતાઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં. એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી પીએમ મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો આબેનાં રોડ શોને લઈ એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ જવાનાં રસ્તા બંધ રાખવામાં આવ્યાં.

એસઆરપી, ક્યુઆરટી, ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, ટ્રાફિક પોલીસ અને ચેતક કમાન્ડોનો કાફલો અને સમગ્ર શહેરની પોલીસને આજ સવારથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. શહેર પોલીસ, એસપીજી અને જાપાનની સુરક્ષા એજન્સીઓ દ્વારા આજે સવારે પણ તેઓની મુલાકાતનાં સ્થળ અને હયાત હોટલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ તૈયારીઓને બપોર સુધીમાં આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

Dhruv Brahmbhatt

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

13 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

13 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

14 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

14 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

14 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

14 hours ago