માર્ગ સલામતી અંગેની સમજ લોકોને અપાશે

અમદાવાદ: લોકોને માર્ગ સલામતીના નિયમોની સાચી સમજ અને તેના અમલીકરણ માટે રાજ્યનાં વાહનવ્યવહાર વિભાગ અને 108 GVK EMRIના સંયુક્ત ઉપક્રમે એક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર પ્રધાન વલ્લભ કાક‌િડયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં માર્ગ સલામતીનાં પગલાંના ભાગરૂપે ૧૧ ટીમો દ્વારા શૈક્ષણિક સંકુલોમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોની સમજ આપવામાં આવશે. સલામતીને ધ્યાનમાં રાખી આઠ મહાનગરમાં ઓ‌િડયો-વીડિયો સાધનોથી સજ્જ વાહન (ટીમ વાન) ફરીને માહિતી પૂરી પાડશે. માર્ગ સલામતી પ્રોજેક્ટ અંતર્ગત સ્કૂલ-કોલેજ ઉપરાંત ગામના લોકોને પણ જાગૃત કરવામાં આવશે.

You might also like