પાલડી ચાર રસ્તાથી ચિરાગ મોટર્સ ચાર રસ્તાને પહોળો કરવાનાં ચક્ર ગતિમાન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં દિન પ્રતિદિન વકરતા જતા ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ હેતુ પાલડી ચાર રસ્તાથી ચિરાગ મોટર્સ ચાર રસ્તા સુધીના રસ્તાને પહોળો કરવાની દિશામાં ચક્ર ગતિમાન કરાયાં છે. આગામી ગુરુવારે સાંજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડમાં તંત્ર દ્વારા પાલડી વોર્ડના પાલડી ચાર રસ્તાથી ચિરાગ મોટર્સ ચાર રસ્તા સુધીના હયાત ર૪.૪૦ મીટર પહોળા રસ્તાને રીડેવલપમેન્ટ પ્લાન ર૦ર૧ હેઠળ ૩૦.પ૦ મીટર પહોળો કરાશે. આ માટે જીપીએમસી એકટની કલમ ર૧૦(૧)અ હેઠળ હયાત રસ્તા પર ૩૦.પ૦ મીટરની રોડ લાઇન કરાશે. આ માટેની મંજૂરી હેતુની દરખાસ્ત તૈયાર કરાઇને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાઇ ગઇ છે.

દરમ્યાન પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગનાં સૂત્રો કહે છે, પાલડી ચાર રસ્તાથી ચિરાગ મોટર્સ ચાર રસ્તાને ૩૦.પ૦ મીટર પહોળો કરવા માટેની રોડ લાઇન દોરાયા બાદ રોડલાઇન કપાત હેઠળ આવનારી મિલકતોને તંત્ર દ્વારા જાહેર નોટિસ ફટકારાશે. રોડ લાઇન કપાતના અસરગ્રસ્તો પાસેથી વાંધા સૂચનો મગાવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયના આધારે તંત્ર આગળની કાર્યવાહી હાથ ધરશે.

http://sambhaavnews.com/

You might also like