હિટ એન્ડ રનઃ સસરા અને જમાઇનું કમકમાટીભર્યું મોત

અમદાવાદ: ઝાલોદ-અનવરપુરા રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં સસરા-જમાઇનું મોત થતાં ઝાલોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે ઝાલોદના જેતપુર ખાતે રહેતા પરબતભાઇ ડામોરની ભાભીને પ્રસૂતિના કારણે ઝાલોદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરબતભાઇ તેના સસરાને બાઇક પર બેસાડી હોસ્પિટલમાં ટિફિન આપવા જઇ રહ્યા હતા.

ઝાલોદ-અનવરપુરા રોડ પરથી પૂરઝડપે પસાર થઇ રહેલ એક લકઝુરિયસ કારે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતાં સસરા અને જમાઇને ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. એક સાથે માતા-પુત્રી વિધવા બનતાં આ ઘટનાએ શોકની લાગણી જન્માવી છે. પોલીસે નાસી છૂટેલ વાહન ચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

You might also like